ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ વચ્ચે હજારો લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડવા આતુર છે. આજે સવારે (સોમવારે) કાબુલના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી જે તસવીરો સામે આવી રહી છે એ ચિંતાજનક છે. ફ્લાઇટ પકડવા માટે હજારો લોકો તૈયાર છે. ઍરપૉર્ટમાં પ્રવેશવાની જગ્યા નથી અને ચારેય બાજુ નાસભાગનું વાતાવરણ છે.
અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી, તાલિબાને અફઘાન એરસ્પેસ કર્યો બંધ ; એર ઈન્ડિયાએ લીધો આ મહત્વનો નિર્ણય
હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હજારો લોકો પોતાની બૅગ લઈને ઍરપૉર્ટની આસપાસ ફરી રહ્યા છે અને માત્ર એક ફ્લાઈટમાં સીટની રાહ જોઈ રહ્યા હોય છે. પરિસ્થિતિ એટલી હદે આવી ગઈ છે કે લોકો ઍરપૉર્ટ પર ઘેટાં-બકરાંઓની જેમ પ્લેનમાં ચડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ પોતાની જાતને બચાવવા એક વિમાનની નીચેના ભાગ (પૈડાં પાસેનો ભાગ) સાથે બાંધી દીધા. એ આશાએ કે તેઓ કાબુલથી બહાર ચાલ્યા જશે, પરંતુ જ્યારે વિમાને ઉડાન ભરી ત્યારે તેઓ આકાશમાંથી ધડામ કરતાં નીચે પડે છે. આ મુસાફરો પ્લેનની અંદર જગ્યા બનાવવામાં અસફળ રહ્યા હતા… જુઓ વીડિયો