Site icon

ઇજિપ્તમાં રેતીમાં દફનાવાયેલું 3400 વર્ષ જૂનું સોનાનું શહેર મળ્યું, અહીં મળ્યું હતુ 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનની મમી.જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
    ઈજિપ્તમાં લગભગ 3,400 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.પુરાતત્વવિદનું માનવું છે કે, આ પ્રાચીન ઈજિપ્તનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર હતુ.
           પુરાતત્ત્વવિદોને દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નીલ નદીના પશ્ચિમ કાંઠે ખોવાયેલું 'સોનાનું શહેર' મળી ગયું છે. તે ઈ.સ.1922માં ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.લગભગ 3,400 વર્ષ જૂનું આ શહેર લગ્ઝરમાં પ્રખ્યાત કિંગ્સ વેલીની પાસે રેતીમાં દફન કરાયેલું મળી આવ્યું છે. આ તે જ સ્થાન છે જ્યાંથી તુતની કબર મળી હતી. આ કબરમાંથી 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનના મમી સહિત આશરે 5 હજાર કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી હતી. રસપ્રદ વાત એ છે કે તે શોધ અજાણતાં થઈ છે. પુરાતત્ત્વવિદોની ટીમ તૂતનખામેનના શબગૃહ મંદિરની શોધખોળ કરતા-કરતાં આ દફનાવેલા શહેર સુધી પહોંચી ગયા હતા.


      આ શહેરનું નામ એટન છે.એટનને વસાવનાર અમેનોટેપ-3 ઈજિપ્તના 18માં રાજવંશના નવમા ફેરો હતા. જાણીએ  કે ખોદકામમાં શું મળ્યું .વહીવટી વિસ્તારની આજુબાજુ સાપ જેવી દિવાલો, રસ્તાઓના કિનારે કિનારે બાંધવામાં આવેલા મકાનો, માટીની ઇંટ બનાવવાનું વર્કશોપ, રંગીન માટીના વાસણ,એક મોટી બેકરી, જેમાં ભઠ્ઠી અને સ્ટોરેજ છે અને રંગીન માટીના વાસણ, સુશોભન કલાકૃતિ, કાંતણ અને વણાટનાં સાધનો.જેવી અનેક મહત્વની વસ્તુઓ મળી છે.
     પુરાતત્ત્વવિદના જણાવ્યા અનુસાર, ખોદકામ સપ્ટેમ્બર 2020 માં શરૂ થયું હતું. તે પૂર્ણ થવા માટે પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. કારણ શહેરના આ ઉત્તરીય ભાગનું સંપૂર્ણ ખોદકામ હજી બાકી છે.

Join Our WhatsApp Community
Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Exit mobile version