207
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
પૂર્વ આફ્રિકન દેશ બોત્સ્વાનાને હાથીઓનું ઘર કહેવામાં આવે છે.
અહીં અન્ય દેશ કરતા વધારે હાથીઓ રહે છે. પરંતુ હવે પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીઓમાં હાથીનું જીવન સંકટમાં આવી ગયું છે.
કારણ કે મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં બોત્સ્વાનામાં લગભગ 360 જેટલા હાથીઓના મોત નીપજ્યાં છે અને લગભગ 3 મહિનાની તપાસ બાદ હાથીઓના રહસ્યમય મોતનું રહસ્ય બહાર આવ્યું છે.
તપાસના વડા, વેટરનરી ઓફિસર માદી રુબેને જણાવ્યું હતું કે બોત્સ્વાનામાં હાથીઓના મોતનું કારણ પાણીમાં સાયનોબેક્ટેરિયાની હાજરી છે.
જ્યારે પાણી હાથીઓના પેટમાં પ્રવેશ્યું ત્યારે પાણીમાં મૌજુદ બેક્ટેરિયાએ ઝેરનું કામ કર્યું અને જેના કારણે હાથીઓ મોટા પાયે એક સાથે મૃત્યુ પામ્યા.
You Might Be Interested In