Donald Trump Project Freedom Iran| ટ્રમ્પનું એક્શન મોડ ઈરાનની 7 બોટ્સ તોડી પાડી હવે દક્ષિણ કોરિયાને મિશનમાં જોડાવા આદેશ, શું યુદ્ધના એંધાણ છે

Donald Trump Project Freedom Iran| સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધ્યું તણાવ ઈરાને દક્ષિણ કોરિયાના જહાજ પર હુમલો કર્યાનો અમેરિકાનો દાવો, 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી.

by Zalak Parikh
Donald Trump Project Freedom Iran| ટ્રમ્પનું એક્શન મોડ ઈરાનની 7 બોટ્સ તોડી પાડી હવે દક્ષિણ કોરિયાને મિશનમાં જોડાવા આદેશ, શું યુદ્ધના એંધાણ છે

 

News Continuous Bureau | Mumbai

Donald Trump Project Freedom Iran| અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાન સાથે જોડાયેલી સાત નાની “ફાસ્ટ બોટ્સ” ને નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહી ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ (Project Freedom) હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) આસપાસ વધતા તણાવ વચ્ચે કરવામાં આવી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય શિપિંગ પરના કોઈપણ હુમલાને અમેરિકા સહન નહીં કરે.

ટ્રમ્પનો ઈરાન પર તંજ અને સખત પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર માહિતી આપતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાને આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, “અમે સાત નાની નૌકાઓ, જેને તેઓ ‘ફાસ્ટ બોટ’ કહેવાનું પસંદ કરે છે, તેને તોડી પાડી છે. હવે તેમની પાસે આ જ બચ્યું છે.” ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે ઈરાને દક્ષિણ કોરિયાના માલવાહક જહાજ સહિત અન્ય દેશોના જહાજોને પણ નિશાન બનાવ્યા છે.

દક્ષિણ કોરિયાના જહાજમાં વિસ્ફોટ અને આગ

દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી ના જણાવ્યા મુજબ, દક્ષિણ કોરિયાની કંપની HMM Co. દ્વારા સંચાલિત એક જહાજમાં સોમવારે રાત્રે યુએઈ (UAE) પાસે ભીષણ વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. આ જહાજ પર 24 સભ્યો સવાર હતા, જેમાંથી 6 દક્ષિણ કોરિયાના અને 18 વિદેશી નાગરિકો હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું આ કોઈ બાહ્ય હુમલો હતો. ટ્રમ્પે સિયોલ (દક્ષિણ કોરિયા) ને સૂચન આપ્યું છે કે હવે સમય આવી ગયો છે કે તેઓ પણ આ અમેરિકી મિશનમાં સામેલ થાય.

શું છે ટ્રમ્પનો ‘પ્રોજેક્ટ ફ્રીડમ’?

ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં જ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ લોન્ચ કર્યો છે. અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પ આ મિશનને જહાજો માટે માત્ર “એસ્કોર્ટ” (સુરક્ષા ઘેરો) તરીકે નહીં પરંતુ એક “ગાઈડ” તરીકે જોઈ રહ્યા છે. ટ્રમ્પે એક ગ્રાફિક પણ શેર કર્યો છે જેમાં અમેરિકી સૈન્ય ક્ષમતાઓને 100% કાર્યરત અને ઈરાની સૈન્ય સંપત્તિઓને નષ્ટ થયેલી બતાવવામાં આવી છે. આ ગ્રાફિકમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની તસવીર પર લાલ ‘X’ નું નિશાન લગાવીને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
West Bengal Police Dancing Viral Video। બંગાળમાં TMCની હાર બાદ પોલીસકર્મીઓ ઝૂમી ઉઠ્યા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More