News Continuous Bureau | Mumbai
Trump Iran Nuclear Deal : છેલ્લા ઘણા વર્ષોથી દેશો વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ રશિયા-યુક્રેન તથા ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે શાંતિના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તે નવા પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો તેને બોમ્બમારો અને આર્થિક દબાણ સહિત ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે..
NEW:
🇺🇲🇮🇷 War between Iran and the US is on the horizon
Trump in a telephone interview with NBC announced war with Iran if there is no agreement:
“If they don’t make a deal, there will be bombing — and it will be bombing the likes of which they have never seen before.” pic.twitter.com/GdQGzPsypd
— Megatron (@Megatron_ron) March 30, 2025
Trump Iran Nuclear Deal :ટ્રમ્પની ધમકીઓનો ઈરાનેઆપ્યો જવાબ
દરમિયાન પરમાણુ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકીઓનો ઈરાને જવાબ આપ્યો છે. ઈરાને પોતાની મિસાઈલો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર, ઈરાને દેશભરમાં ભૂગર્ભ સુવિધાઓમાં તેની મિસાઈલોને રેડી-ટુ-લોન્ચ મોડમાં રાખી છે, જે હવાઈ હુમલાનો સામનો કરવા માટે રચાયેલ છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે જો જરૂર પડે તો અમેરિકા સંબંધિત સ્થળો પર પણ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ટ્રમ્પે ફરી ‘ટેરિફ બોમ્બ’ ફોડ્યો, હવે આ વસ્તુની આયાત લાદ્યો પર 25 ટકા ટેક્સ.. ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર.
મહત્વનું છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને એક નવી ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન પરમાણુ કરાર સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તેના પર બોમ્બમારો પણ થઈ શકે છે.
Trump Iran Nuclear Deal : અમેરિકા સાથે સીધી વાટાઘાટોનો ઇનકાર કર્યો
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરમાં પુષ્ટિ આપી હતી કે ઈરાને અમેરિકા સાથે સીધી વાટાઘાટોનો ઇનકાર કર્યો છે, પરંતુ ઓમાન દ્વારા પરોક્ષ વાટાઘાટોની શક્યતા ખુલ્લી છોડી દીધી છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને વાતચીત માટે વિનંતી કરતો પત્ર લખ્યા બાદ આ પ્રતિક્રિયા આવી છે. ખામેનીએ પહેલાથી જ કહી દીધું હતું કે અમેરિકા સાથે વાતચીતનો કોઈ ફાયદો થશે નહીં. ત્યારથી, એવી અટકળો ચાલી રહી છે કે ઈરાન દબાણમાં વાટાઘાટો કરવાનો ઇનકાર કરી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)