Site icon News Continuous Bureau | Mumbai

Trump Iran Nuclear Deal :વધુ એક યુદ્ધના એંધાણ? હવે ટ્ર્મ્પે આ દેશને આપી દીધી ધમકી; કહ્યું – ડીલ કરો નહીં તો બોમ્બવર્ષા કરીશું…

Trump Iran Nuclear Deal : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ન્યૂક્લિયર ડિલ પર ઈરાનને ધમકી આપી:સમાધાન કરો નહીંતર એવો બોમ્બમારો કરીશું

Trump Iran Nuclear Deal Trump threatens bombing if Iran does not make nuclear deal

Trump Iran Nuclear Deal Trump threatens bombing if Iran does not make nuclear deal

News Continuous Bureau | Mumbai

Trump Iran Nuclear Deal : છેલ્લા ઘણા વર્ષોથી દેશો વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ રશિયા-યુક્રેન તથા ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે શાંતિના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તે નવા પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો તેને બોમ્બમારો અને આર્થિક દબાણ સહિત ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે..

Join Our WhatsApp Channel

 

Trump Iran Nuclear Deal :ટ્રમ્પની  ધમકીઓનો ઈરાનેઆપ્યો જવાબ 

દરમિયાન પરમાણુ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકીઓનો ઈરાને જવાબ આપ્યો છે. ઈરાને પોતાની મિસાઈલો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર, ઈરાને દેશભરમાં ભૂગર્ભ સુવિધાઓમાં તેની મિસાઈલોને રેડી-ટુ-લોન્ચ મોડમાં રાખી છે, જે હવાઈ હુમલાનો સામનો કરવા માટે રચાયેલ છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે જો જરૂર પડે તો અમેરિકા સંબંધિત સ્થળો પર પણ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : ટ્રમ્પે ફરી ‘ટેરિફ બોમ્બ’ ફોડ્યો, હવે આ વસ્તુની આયાત લાદ્યો પર 25 ટકા ટેક્સ.. ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર.

મહત્વનું છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને એક નવી ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન પરમાણુ કરાર સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તેના પર બોમ્બમારો પણ થઈ શકે છે. 

Trump Iran Nuclear Deal : અમેરિકા સાથે સીધી વાટાઘાટોનો ઇનકાર કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરમાં પુષ્ટિ આપી હતી કે ઈરાને અમેરિકા સાથે સીધી વાટાઘાટોનો ઇનકાર કર્યો છે, પરંતુ ઓમાન દ્વારા પરોક્ષ વાટાઘાટોની શક્યતા ખુલ્લી છોડી દીધી છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને વાતચીત માટે વિનંતી કરતો પત્ર લખ્યા બાદ આ પ્રતિક્રિયા આવી છે. ખામેનીએ પહેલાથી જ કહી દીધું હતું કે અમેરિકા સાથે વાતચીતનો કોઈ ફાયદો થશે નહીં. ત્યારથી, એવી અટકળો ચાલી રહી છે કે ઈરાન દબાણમાં વાટાઘાટો કરવાનો ઇનકાર કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
UK Visa Rules For Refugees ભારત અને પાકિસ્તાનના શરણાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્યા નવા વિઝા નિયમો હેઠળ આશ્રય નીતિમાં મોટો ફેરફાર, જાણો વિગતો
Rahul Gandhi Foreign Toolkit Row ‘રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા’ નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો
Exit mobile version