ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવુ છે કે, જે લોકો હંમેશા ચહેરા પર માસ્ક પહેરે છે તેઓ દરેક સમયે કોરોના વાયરસથી સંક્રમિત હોય છે. કોઇ પણ જાતના તથ્યો ઉજાગર કર્યા વિના મિયામીમાં એક કાર્યક્રમમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં યોજાયેલા એક મોટા કાર્યક્રમ વિશે સવાલ કરાયો હતો, માનવામાં આવે છે કે એ કાર્યક્રમ દ્વારા જ ટ્રમ્પ ને સંક્રમણ જાગ્યું હતું. જેમાં સામેલ મહેમાનોને પણ કોરોના સંક્રમણ લાગ્યું હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સામેલ મોટાભાગના લોકોએ માસ્કનો ઉપયોગ ટાળ્યો હતો.
અમેરિકા ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્યારેક-ક્યારેક જ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કેસો ઘટ્યા પછી ફરી એકવાર કેસોમાં ઉછાળો આવ્યો છે. 24 કલાકમાં અમેરિકામાં 65 હજારથી વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. એ વાત નોંધવા જેવી છે કે દુનિયામાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં જ થઇ રહયાં છે.