Site icon

ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ : માસ્ક પહેરનારા હંમેશા કોરોનાગ્રસ્ત હોય છે.. જાણો વધુ વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓક્ટોબર 2020

કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવુ છે કે, જે લોકો હંમેશા ચહેરા પર માસ્ક પહેરે છે તેઓ દરેક સમયે કોરોના વાયરસથી સંક્રમિત હોય છે. કોઇ પણ જાતના તથ્યો ઉજાગર કર્યા વિના મિયામીમાં એક કાર્યક્રમમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં યોજાયેલા એક મોટા કાર્યક્રમ વિશે સવાલ કરાયો હતો,  માનવામાં આવે છે કે એ કાર્યક્રમ દ્વારા જ ટ્રમ્પ ને સંક્રમણ જાગ્યું હતું. જેમાં સામેલ મહેમાનોને પણ કોરોના સંક્રમણ લાગ્યું હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સામેલ મોટાભાગના લોકોએ માસ્કનો ઉપયોગ ટાળ્યો હતો. 

અમેરિકા ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્યારેક-ક્યારેક જ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કેસો ઘટ્યા પછી ફરી એકવાર કેસોમાં ઉછાળો આવ્યો છે. 24 કલાકમાં અમેરિકામાં 65 હજારથી વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. એ વાત નોંધવા જેવી છે કે દુનિયામાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં જ થઇ રહયાં છે.

Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત
China Internet Censorship: ચીનનું ‘નકારાત્મક ભાવનાઓ’ સામે અભિયાન શરૂ; સાયબરસ્પેસ પ્રશાસન દ્વારા આટલા મહિના માટે ‘ખરાબ વાઇબ્સ’ પર કડક કાર્યવાહી
Donald Trump Narcissism: શું ડોનાલ્ડ ટ્રમ્પ ‘આત્મમુગ્ધતા’ ના શિકાર છે? જાણો નિષ્ણાતોનું શું છે કહેવું
Shahbaz Sharif United Nations: સંયુક્ત રાષ્ટ્ર માં ભારતે પાકને બરાબરનું ધોઈ નાખ્યું, પેટલ ગહલોતે આ વાક્ય નો ઉપયોગ કરી આતંકવાદ પરના દંભને ખુલ્લો પાડ્યો
Exit mobile version