Site icon

Trump Tariff Team: ટ્રમ્પની ટેરિફ ટીમ: પીટર, સ્કોટ, હાવર્ડ… ટ્રમ્પની ટેરિફ નીતિ પાછળની ‘ત્રિમૂર્તિ’, જેમના વિચારોથી હિલી ગઈ આખી દુનિયા

Trump Tariff Team: ટ્રમ્પની ટેરિફ નીતિ પાછળના મુખ્ય મગજ

Trump Tariff Team Peter, Scott, Howard... The Trio Behind Trump's Tariff Strategy That Shook the World

Trump Tariff Team Peter, Scott, Howard... The Trio Behind Trump's Tariff Strategy That Shook the World

News Continuous Bureau | Mumbai

 Trump Tariff Team: પીટર નાવારોને ચીનનો સૌથી મોટો આલોચક માનવામાં આવે છે. તેઓ 2006માં China Wars અને 2011માં Death by China નામની બે પુસ્તકો લખી ચૂક્યા છે. આ પુસ્તકોમાં તેમના ચીન વિરોધી વિચારોને સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. નાવારો 2017થી 2021 સુધી વ્હાઇટ હાઉસમાં નેશનલ ટ્રેડ કાઉન્સિલના ડિરેક્ટર પદ પર રહી ચૂક્યા છે. તેઓ ટ્રમ્પની America’s First નીતિના કટ્ટર સમર્થક છે.

Join Our WhatsApp Community

 Trump Tariff Team: પીટર નાવારોઃ ચીનના વિરોધી અને ટેરિફના આર્કિટેક્ટ 

  નાવારો 2017થી 2021 સુધી વ્હાઇટ હાઉસમાં નેશનલ ટ્રેડ કાઉન્સિલના ડિરેક્ટર પદ પર રહી ચૂક્યા છે. તેઓ ટ્રમ્પની America’s First નીતિના કટ્ટર સમર્થક છે. નાવારોએ રેસિપ્રોકલ ટેરિફનો વિચાર સૌથી પહેલા ટ્રમ્પ સામે મૂક્યો હતો.

 Trump Tariff Team:  સ્કોટ બેસેન્ટની ઇકોનૉમી બૂસ્ટ થિયરી 

 અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટ રાજનીતિમાં આવવા પહેલા હેજ ફંડ મેનેજર હતા. તેઓ જૉર્જ સોરોસ સાથે પણ કામ કરી ચૂક્યા છે. 2015માં તેમણે પોતાની ઇન્વેસ્ટમેન્ટ કંપની KEY Square Group શરૂ કરી. બેસેન્ટ ટ્રમ્પની ટેરિફ નીતિઓના સમર્થક છે. બેસેન્ટે માન્યું કે ટેરિફથી ન માત્ર વેપાર સંતુલિત થશે પરંતુ અમેરિકી અર્થતંત્રને બૂસ્ટ મળશે.

આ સમાચાર પણ વાંચો : US China Tariff War: ટ્રમ્પના અચાનક બદલાયેલા રુખનું કારણ શું? માત્ર એક કારણ… પરંતુ ચીન પર 125% ટેરિફ, જાણો અસલી રમત

 Trump Tariff Team: હાવર્ડ લુટનિકની ભૂમિકા 

Text: અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહ્યા છે. તેઓ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કૅન્ટર ફિટ્ઝેરાલ્ડના એક્ઝિક્યુટિવ રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી ટ્રમ્પના મિત્ર છે અને તેમના દરેક મોટા નિર્ણયોમાં લુટનિકની ભૂમિકા રહી છે. લુટનિકને ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેન નીતિ હેઠળ ટેરિફનો De Facto Face કહેવામાં આવે છે.

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
Exit mobile version