Site icon

Trump vs Zelensky: ટ્રમ્પ સાથે દલીલ કરવી ઝેલેન્સકીને પડશે ભારે, યુક્રેનને આપવામાં આવતી સહાય અમેરિકા કરશે બંધ, એલોન મસ્કે પણ આ વાત કહી..

Trump vs Zelensky:શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાટકીય વળાંક આવ્યો જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ આ બેઠકમાં જોડાયા અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ.

Trump vs ZelenskyAfter fiery Trump-Zelensky spat, what next for Ukraine

Trump vs ZelenskyAfter fiery Trump-Zelensky spat, what next for Ukraine

News Continuous Bureau | Mumbai

Trump vs Zelensky: ગઈકાલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસ ખાતે ઓવલ ઓફિસમાં ઉગ્ર ચર્ચા થઈ. આ વિવાદ બાદ, યુએસ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ યુક્રેનને આપવામાં આવી રહેલી સહાયમાં સંભવિત છેતરપિંડી અને દુરુપયોગની તપાસ વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

Trump vs Zelensky: યુક્રેનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય બંધ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, એલોન મસ્ક અને તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી પહેલાથી જ યુક્રેનને આપવામાં આવતી મોટી આર્થિક અને સુરક્ષા સહાયમાં સંભવિત સમસ્યાઓની તપાસ કરી રહ્યા હતા, પરંતુ હવે આ પ્રયાસોને ઝડપી બનાવવામાં આવશે. અધિકારીએ કહ્યું કે તેમને પહેલેથી જ સમસ્યાઓ મળી રહી છે. આ ઉપરાંત, ટ્રમ્પ યુક્રેનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય બંધ કરવાનું વિચારી રહ્યા છે

તો બીજી તરફ એલોન મસ્કે પણ તેની તપાસ કરવાનો સંકેત આપ્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું યુક્રેનને મોકલવામાં આવેલા સેંકડો અબજો ડોલરનું ખરેખર શું થયું તે શોધવાનો સમય આવી ગયો છે. 

આ સમાચાર પણ વાંચો : ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા પછી પણ ઝેલેન્સકીએ બતાવ્યા તેવર, કહ્યું – નહીં માંગુ માફી… જુઓ વિડીયો

Trump vs Zelensky: બેઠકમાં મતભેદો ઉભરી આવ્યા

આ બેઠક દરમિયાન, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે મતભેદો ઉભા થયા હતા, જેના કારણે વાટાઘાટો તણાવપૂર્ણ બની હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર અપમાનજનક વર્તનનો આરોપ લગાવ્યો, જ્યારે ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આપવામાં આવેલા વચનો પર સવાલ ઉઠાવ્યા. આ વિવાદ પછી, ટ્રમ્પે બેઠક સમાપ્ત કરી અને ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું.

Trump vs Zelensky: ઝેલેન્સકીએ આભાર વ્યક્ત કર્યો

આ ઘટના પછી, ઝેલેન્સકીએ અમેરિકા અને તેના લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે યુક્રેન ન્યાયી અને સ્થાયી શાંતિ તરફ કામ કરી રહ્યું છે. તે જ સમયે, ટ્રમ્પે ઝેલેન્સકી પર ઓવલ ઓફિસમાં અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જ્યારે તેઓ શાંતિ માટે તૈયાર હશે ત્યારે તેઓ પાછા આવી શકે છે. આ વિવાદ છતાં, જર્મની, ફ્રાન્સ અને પોલેન્ડ જેવા દેશોએ યુક્રેનને પોતાનો ટેકો ફરીથી વ્યક્ત કર્યો છે.

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version