Site icon News Continuous Bureau | Mumbai

Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને

Trump Iran Threat બુધવાર સુધીમાં લાંબાગાળાની સમજૂતી ન થતા સૈન્ય કાર્યવાહીની તૈયારી; ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની આપી ચેતવણી.

Trump Iran Threat  ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને

Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Trump Iran Threat મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આકરા તેવર અપનાવ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બુધવાર સુધીમાં ઈરાન સાથે કોઈ લાંબાગાળાનો કરાર નહીં થાય, તો સીઝફાયર (યુદ્ધવિરામ) આગળ વધારવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે, જો સમજૂતી નિષ્ફળ જશે તો અમેરિકા ફરીથી ઈરાન પર સૈન્ય કાર્યવાહી અને બોમ્બમારો શરૂ કરતા અચકાશે નહીં.

‘અમારે ફરી બોમ્બ ફેંકવા પડશે’

‘એર ફોર્સ વન’ માં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “કદાચ હું આ સીઝફાયરને આગળ નહીં વધારું. અમેરિકાની નાકાબંધી (Blockade) તો ચાલુ જ રહેશે. જો આ સ્થિતિ રહેશે તો કમનસીબે અમારે ફરીથી બોમ્બ ફેંકવાનું શરૂ કરવું પડશે.” ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ઈરાન પર દબાણ વધારવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. નાકાબંધી અને સૈન્ય કાર્યવાહીના વિકલ્પો હજુ પણ અમેરિકાના ટેબલ પર છે.

ઈરાનનો વળતો પ્રહાર: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચીમકી

ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન પણ આક્રમક મુડમાં છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબફે ચેતવણી આપી છે કે જો અમેરિકા પોતાની નૌકાદળની નાકાબંધી નહીં હટાવે, તો તેહરાન ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ને સંપૂર્ણપણે બંધ કરી દેશે. આ ચેતવણી ટ્રમ્પના એ નિવેદન બાદ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે નાકાબંધી “પૂરી તાકાત” સાથે ચાલુ રહેશે. આ સંઘર્ષ હવે વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે મોટું જોખમ બની ગયો છે.

રાજદ્વારી ગૂંચવણ અને યુદ્ધનો ખતરો

એક તરફ ઈરાને અગાઉ કહ્યું હતું કે સીઝફાયર દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ વ્યાપારી જહાજો માટે “પૂરેપૂરો ખુલ્લો” રહેશે, પરંતુ હવે બંને દેશોના આક્રમક નિવેદનોથી શાંતિની આશાઓ ધૂંધળી થઈ રહી છે. લેબનોન-ઈઝરાયેલ સીઝફાયર અમલમાં હોવા છતાં, અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સીધો ટકરાવ મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટા યુદ્ધમાં પરિણમી શકે છે. હવે આગામી બુધવાર સુધીમાં કોઈ મોટી સમજૂતી થશે કે પછી બોમ્બમારાનો દોર ફરી શરૂ થશે, તેના પર આખી દુનિયાની નજર છે.

👉 આ સમાચાર વાચો:
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version