Site icon

Donald Trump: ઈરાન પર ટ્રમ્પની લાલ આંખ: ‘જો પ્રદર્શનકારીઓ પર ગોળી ચાલી તો અમેરિકા શાંત નહીં બેસે’, જાણો શું છે ટ્રમ્પનો પ્લાન

તમે બહાદુર લોકો છો, તમારી સાથે જે થયું તે શરમજનક છે’ - ટ્રમ્પનો ઈરાની જનતાને ટેકો; પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 45 ના મોત, અમેરિકા એક્શન મોડમાં.

Donald Trump ઈરાન પર ટ્રમ્પની લાલ આંખ 'જો પ્રદર્શન

Donald Trump ઈરાન પર ટ્રમ્પની લાલ આંખ 'જો પ્રદર્શન

News Continuous Bureau | Mumbai

Donald Trump  ઈરાનમાં વધી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા ઈરાની શાસનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો અધિકારીઓ વિરોધ પ્રદર્શનો પર વધુ કડક વલણ અપનાવશે અથવા હત્યાઓ કરશે તો અમેરિકા કડક કાર્યવાહી કરશે.

Join Our WhatsApp Community

‘અમે ઈરાનને આકરી સજા આપીશું’ – ટ્રમ્પ

એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, “મેં તેમને (ઈરાની શાસન) કહી દીધું છે કે જો તેઓ લોકોને મારવાનું શરૂ કરશે, જેવું તેઓ અગાઉના રમખાણોમાં કરતા આવ્યા છે, તો અમે તેમને આકરી સજા આપીશું. તેમને ભયાનક પરિણામો ભોગવવા પડશે.” અત્યાર સુધીની હિંસામાં અંદાજે 45 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.

ઈરાની જનતા માટે ટ્રમ્પનો ખાસ સંદેશ

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ ઈરાનના સરકાર વિરોધી પ્રદર્શનકારીઓને શું કહેવા માંગશે, ત્યારે તેમણે કહ્યું, “તમારે (ઈરાની જનતાએ) સ્વતંત્રતા પ્રત્યે મક્કમ વિશ્વાસ રાખવો જોઈએ. તમે ખૂબ જ બહાદુર લોકો છો. તમારા દેશ સાથે જે થયું છે તે શરમજનક છે. તમારો દેશ એક સમયે મહાન દેશ હતો.”

રેઝા પહલવી સાથે મુલાકાત પર શું કહ્યું?

ઈરાનના ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવી હાલ અમેરિકામાં છે, પરંતુ ટ્રમ્પે તેમની સાથેની મુલાકાત પર અત્યારે પૂર્ણવિરામ મૂક્યું છે. ટ્રમ્પે કહ્યું, “પહલવી એક સારા વ્યક્તિ લાગે છે, પરંતુ મને નથી લાગતું કે અત્યારે તેમને મળવું યોગ્ય રહેશે. મને લાગે છે કે આપણે દરેકને તક આપવી જોઈએ અને જોવું જોઈએ કે કોણ આગળ આવે છે.”

આ સમાચાર પણ વાંચો : Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

ઈરાનમાં સ્થિતિ કેમ બગડી?

ઈરાનમાં મોંઘવારી, ગગડતું ચલણ અને કડક ધાર્મિક કાયદાઓ સામે જનતા રસ્તા પર ઉતરી છે. ઈન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ બંધ હોવા છતાં લોકો ઈસ્લામિક શાસન સામે બળવો કરી રહ્યા છે. અમેરિકાની આ ચેતવણી બાદ ઈરાની શાસન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો મેક્સિકો પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’નો પ્લાન! ડ્રગ કાર્ટેલ્સને ખતમ કરવા લશ્કરી હુમલાની જાહેરાતથી દુનિયા સ્તબ્ધ
Emmanuel Macron: PM મોદીનો જાદુ ચાલ્યો! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બાજુ પર મૂકી ભારત સાથે વધાર્યો દોસ્તીનો હાથ
Iran Anti-Regime Protests 2026: ઈરાનમાં લોહિયાળ જંગ: 39 ના મોત અને ઈન્ટરનેટ ઠપ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Trump: ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પની સીધી ચેતવણી: ‘અમેરિકામાં નિયમ તોડશો તો સીધા ઘરભેગા થશો’, વિઝા રદ કરી ડિપોર્ટ કરવાની આપી ધમકી
Exit mobile version