Donald Trump Iran Nuclear Warning| શું ટ્રમ્પ ફરી એક્શન મોડમાં આવશે? ઈરાન અને પરમાણુ હથિયારો મામલે NATO દેશોને સ્પષ્ટ કહી દીધી આ વાત, જાણો વિગત

Donald Trump Iran Nuclear Warning| ઈરાન પાસે પરમાણુ હથિયાર હશે તો દુનિયા મોટા જોખમમાં મુકાશે; ઈરાનના પ્રસ્તાવથી ટ્રમ્પ નાખુશ, સીઝફાયર બાદ ફરી તણાવ વધ્યો

by Zalak Parikh
Donald Trump Iran Nuclear Warning| શું ટ્રમ્પ ફરી એક્શન મોડમાં આવશે? ઈરાન અને પરમાણુ હથિયારો મામલે NATO દેશોને સ્પષ્ટ કહી દીધી આ વાત, જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Donald Trump Iran Nuclear Warning| અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમા પર પહોંચ્યો છે. સીઝફાયરની મુદત પૂરી થયા બાદ બંને દેશો પોતપોતાની જિદ પર અડી ગયા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે NATO દેશોને સખત શબ્દોમાં હિદાયત આપી છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેવા એ વૈશ્વિક વિનાશને આમંત્રણ આપવા સમાન છે.

ઈઝરાયેલ અને યુરોપ પર તોળાતું જોખમ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે NATO દેશોને સલાહ આપતા કહ્યું કે, “તમે ઈરાનને પરમાણુ હથિયાર આપી શકતા નથી, કારણ કે તેઓ તેનો ઉપયોગ ખૂબ જ જલ્દી ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને યુરોપ પર કરશે. મને લાગે છે કે તે પછી અમારો નંબર હશે અને અમે આવું થવા દઈશું નહીં.” ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે ઈરાનના ૧૫૯ જહાજો અત્યારે સમુદ્રના તળિયે ડૂબી ગયા છે. તેમણે પરમાણુ મુક્ત દુનિયા પર ભાર મૂકતા કહ્યું કે જો ઈરાન પાસે હથિયાર હશે તો આખી દુનિયા ખતરામાં આવી જશે.

તેલની કિંમતો અને ઈરાન સાથેના કરાર પર શંકા

તેલની વધતી કિંમતો પર વાત કરતા ટ્રમ્પે સ્વીકાર્યું કે પેટ્રોલના ભાવ ઉંચા છે, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે જ્યારે આ બધું સમાપ્ત થશે ત્યારે દુનિયા ઈરાન જેવા દેશોના પરમાણુ ખતરાથી મુક્ત હશે. ટ્રમ્પે ઈરાન સાથેના સંભવિત કરાર પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ તેહરાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવોથી બિલકુલ “ખુશ” નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અપેક્ષિત સમજૂતીનું પાલન કરી રહ્યું નથી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિની મજાક અને કડક વલણ

પોતાની વાતચીત દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મજાક ઉડાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે અમે ૨૫૦% ટેરિફની ધમકી આપીને તેમને દવાઓની ઉંચી કિંમતો સ્વીકારવા મજબૂર કર્યા છે. વ્હાઇટ હાઉસે કોંગ્રેસને સત્તાવાર રીતે જાણ કરી છે કે તે ઈરાન સાથેના યુદ્ધને ‘સમાપ્ત’ માને છે, તેમ છતાં ટ્રમ્પનું વલણ દર્શાવે છે કે અમેરિકા ઈરાન સામે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.

👉 આ સમાચાર વાચો:
West Bengal Election Repolling 2026। પશ્ચિમ બંગાળમાં ૧૫ મતદાન કેન્દ્રો પર પુનર્મતદાન શરૂ EVM પર ટેપ લગાવી ભાજપનું નિશાન છુપાવ્યાનો હતો આરોપ, ચૂંટણી પંચ એક્શનમાં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More