Site icon

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની જીત! ભારતના આ પાડોશી દેશ ના લોકોને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે

Donald Trump: અમેરિકાની એક અપીલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન ની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેના કારણે મધ્ય અમેરિકા અને નેપાળના હજારો લોકોને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પની જીત! ભારતના આ પાડોશી દેશ ના લોકોને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પની જીત! ભારતના આ પાડોશી દેશ ના લોકોને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે

News Continuous Bureau | Mumbai 
Donald Trump એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસણની તરફેણમાં ચુકાદો આપતા એક નીચલી કોર્ટના આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂક્યો છે. આ આદેશમાં મધ્ય અમેરિકા અને ભારતના પડોશી દેશ નેપાળના 60,000 પ્રવાસીઓ માટે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) એટલે કે કામચલાઉ સુરક્ષા જાળવી રાખવામાં આવી હતી. આ નિર્ણયને કારણે હવે ટ્રમ્પ પ્રશાસન આ લોકોને અમેરિકામાંથી બહાર કાઢવાની દિશામાં આગળ વધી શકે છે.

કોર્ટનો ચુકાદો અને તેના પરિણામો

કોર્ટના આ નિર્ણય પછી, ટ્રમ્પ પ્રશાસન આશરે 7,000 નેપાળી લોકો ને દેશનિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે, જેમનું ટીપીએસ 5 ઓગસ્ટે સમાપ્ત થઈ ગયું હતું. આ ઉપરાંત, હોન્ડુરાસ ના 51,000 અને નિકારાગુઆ ના 3,000 લોકોનું ટીપીએસ પણ 8 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યું છે, જેના પછી તેમને પણ બહાર કાઢવાનો માર્ગ સ્પષ્ટ થઈ જશે. અપીલ કોર્ટના જજોએ કહ્યું કે જિલ્લા કોર્ટનો આદેશ આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવે છે.

Join Our WhatsApp Community

શું છે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS)?

ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) એક એવો દરજ્જો છે જે હોમલેન્ડ સિક્યોરિટી ના સચિવ દ્વારા પ્રવાસીઓને દેશનિકાલથી બચાવવા માટે આપવામાં આવે છે. આ દરજ્જો મળ્યા બાદ, પ્રવાસીઓને અમેરિકામાં કામ કરવાની તક મળે છે. આ સુરક્ષા ત્યારે આપવામાં આવે છે, જ્યારે તેમના દેશમાં કુદરતી આફત, રાજકીય અસ્થિરતા કે અન્ય કોઈ જોખમી પરિસ્થિતિને કારણે પરત ફરવું અસુરક્ષિત માનવામાં આવે. ટ્રમ્પ પ્રશાસને આ સુરક્ષા હટાવવા માટે આક્રમક રીતે પ્રયાસો કર્યા છે, જેથી વધુ લોકોને અમેરિકામાંથી બહાર કાઢી શકાય.

આ સમાચાર પણ વાંચો : India-Russia big deal: ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફવાળી ધમકી વચ્ચે ભારત-રશિયાએ કરી મોટી ડીલ! આ વસ્તુ ના સપ્લાય પર મોટો ખેલ

વિરોધીઓની દલીલો અને કાનૂની લડાઈ

ઇમિગ્રન્ટ્સના અધિકારો માટે કામ કરતા વકીલોએ અપીલ કરી હતી કે પ્રશાસન દ્વારા ટીપીએસ સમાપ્ત કરવાનો નિર્ણય ગેરકાયદેસર છે. જોકે, અપીલ કોર્ટના ન્યાયાધીશોએ આ નિર્ણયને રોકવાનો ઇનકાર કરી દીધો. આ જજોમાં ડેમોક્રેટ બિલ ક્લિન્ટન, રિપબ્લિકન જ્યોર્જ ડબલ્યુ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરાયેલા જજોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે આ નિર્ણય રાજકીય રીતે નહીં, પરંતુ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version