News Continuous Bureau | Mumbai
અમેરિકામાં રહેવાનું સપનું જોનારાઓ માટે સારા સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ નામનો નવો વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ એક ઇન્વેસ્ટમેન્ટ વિઝા છે, જેના દ્વારા લોકો સીધા અમેરિકન નાગરિકતા મેળવવાનો માર્ગ પસંદ કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે, યોગ્ય અને ચકાસણી કરાયેલા લોકો હવે સીધી અમેરિકન નાગરિકતા મેળવી શકે છે. આ પહેલથી અમેરિકાએ વિશ્વભરના પ્રતિભાશાળી લોકો અને મોટા રોકાણકારોને આકર્ષવા માટેનું નવું મોડેલ સંપૂર્ણપણે સક્રિય કર્યું છે.
શું છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ?
સપ્ટેમ્બરમાં જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા શરૂ કરાયેલ આ પ્રોગ્રામ હવે સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં તેના બે સંસ્કરણો ઉપલબ્ધ છે.આ કાર્ડ એવા વ્યક્તિઓ માટે છે જેઓ પોતાના દમ પર અમેરિકા જવા માગે છે.આ કાર્ડ એવા કર્મચારીઓ માટે છે જેમને તેમની કંપની અમેરિકા મોકલવા માંગે છે.ટૂંક સમયમાં જ ત્રીજો પ્રોગ્રામ પ્લેટિનમ કાર્ડ પણ લોન્ચ કરવામાં આવશે, જેના હેઠળ ૨૭૦ દિવસ સુધી અમેરિકામાં રહેવાની પરવાનગી મળશે.
ગોલ્ડ કાર્ડની કિંમત અને ચુકવણી
અમેરિકાની નાગરિકતા સુધીનો માર્ગ ઈચ્છતા લોકો માટે આ પ્રોગ્રામ ખૂબ જ મોંઘો, પરંતુ આકર્ષક છે. વ્યક્તિગત ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ માટે અરજી ફી (નોન-રિફંડેબલ) $૧૫,૦૦૦ (આશરે ₹ ૧૨.૫ લાખ) છે, અને મંજૂરી મળ્યા પછી $૧ મિલિયન (આશરે ₹ ૯ કરોડ) નું ગિફ્ટ પેમેન્ટ કરવું પડશે. જ્યારે કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ માટે અરજી ફી સમાન $૧૫,૦૦૦ છે, પરંતુ મંજૂરી મળ્યા બાદ $૨ મિલિયન (આશરે ₹ ૧૬.૬ કરોડ) નું ગિફ્ટ પેમેન્ટ ચૂકવવું પડશે.
અરજીની પ્રક્રિયા અને ડેડલાઇન
અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ હજી સુધી કોઈ ડેડલાઇન જાહેર કરવામાં આવી નથી.વેબસાઇટ પર અરજી માટેની કોઈ સમય મર્યાદાનો ઉલ્લેખ નથી. અરજીઓ હવે ખુલ્લી છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તે આખું વર્ષ ઉપલબ્ધ રહેશે કે મર્યાદિત સમય માટે.
અરજી કરવાની પ્રક્રિયા:
અધિકૃત વેબસાઇટ trumpcard.gov પર જાઓ.
‘Apply Now’ પર ક્લિક કરો.
ખુલતા ફોર્મમાં તમામ સાચી માહિતી ભરો.
‘Continue to payment’ પર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય/યુએસ ક્રેડિટ કાર્ડ અથવા ACH ડેબિટ દ્વારા ચુકવણી કરો.