Donald Trump Iran Statement: ટ્રમ્પની ‘રેડ લાઈન’! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરે, પરંતુ કતર મામલે અમેરિકાનું વલણ કડક; જાણો વિગત..

સાઉથ પાર્સ પર થયેલા હુમલાથી અમેરિકા અજાણ હોવાનો ટ્રમ્પનો દાવો, ઈરાનને ચેતવણી આપતા કહ્યું- 'કતર નિર્દોષ છે, તેના પર હુમલો મૂર્ખામી ગણાશે.'

by samadhan gothal
Donald Trump Iran Statement ટ્રમ્પની 'રેડ લાઈન'! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર

News Continuous Bureau | Mumbai
Donald Trump Iran Statement અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ૨૦મા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વનું નિવેદન જારી કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ હવે ઈરાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા ‘સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ’ પર વધુ હુમલા નહીં કરે. ટ્રમ્પે આ સાથે એમ પણ ઉમેર્યું કે બુધવારે થયેલા આ ભયાનક હુમલા વિશે અમેરિકાને કોઈ પૂર્વ જાણકારી નહોતી.

કતર નિર્દોષ છે, ઈરાનની જવાબી કાર્યવાહી ખોટી – ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને કતરની એલએનજી (LNG) સુવિધાઓ પર જે વળતો પ્રહાર કર્યો છે તે તદ્દન ખોટો અને અનુચિત છે. ટ્રમ્પના મતે, કતર આ મામલામાં ક્યાંય સામેલ નહોતું અને તેને આ હુમલાનો અંદાજો પણ નહોતો. ઈરાને તથ્યો જાણ્યા વગર જ કતર પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડનો અત્યારે માત્ર એક નાનો હિસ્સો જ પ્રભાવિત થયો છે.

જો ફરી કતર પર હુમલો થયો તો ઈરાનનો નકશો બદલાઈ જશે

ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ઈરાનને ચેતવણીઆપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન ફરીથી કતર જેવી નિર્દોષ શક્તિ પર હુમલો કરવાની મૂર્ખામી કરશે, તો અમેરિકા ઈઝરાયેલની મદદ સાથે અથવા તેના વિના સમગ્ર સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને એવી શક્તિથી ઉડાવી દેશે જે ઈરાને ક્યારેય જોઈ નથી. ટ્રમ્પે ઉમેર્યું, “હું આટલા મોટા પાયે વિનાશ ઈચ્છતો નથી કારણ કે તેની ઈરાનના ભવિષ્ય પર લાંબા ગાળાની અસર પડશે, પરંતુ જો જરૂર પડી તો હું ખચકાઈશ નહીં.”

આ સમાચાર પણ વાંચો : India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?

સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ કેમ છે આટલું મહત્વનું?

સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ વિશ્વનો સૌથી મોટો ગેસ ભંડાર માનવામાં આવે છે, જે ઈરાન અને કતર વચ્ચે ફેલાયેલો છે. આ ફિલ્ડ ઈરાનના કુલ ઘરેલું ગેસ સપ્લાયનો ૭૦% હિસ્સો પૂરો પાડે છે. જો આના પર મોટો હુમલો થાય તો ઈરાનની અર્થવ્યવસ્થા, પાવર ગ્રીડ અને નિકાસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે. આ જ કારણે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન જેવા દેશોએ પણ આ ઉર્જા મથક પરના હુમલાની સખત નિંદા કરી છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More