Site icon News Continuous Bureau | Mumbai

Trump Army Leadership Shakeup: ટ્રમ્પની પોતાની જ સેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’! જનરલ રૅન્ડી જ્યોર્જને કર્યા ડિસમિસ, પેન્ટાગોનથી વોશિંગ્ટન સુધી મચ્યો હાહાકાર

Trump Army Leadership Shakeup: ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી સૈન્ય વડાને તાત્કાલિક અસરથી રિટાયર થવા આદેશ; પેન્ટાગોન નહીં, વ્હાઇટ હાઉસની મરજીથી લડાશે જંગ

Trump’s 'Surgical Strike' on His Own Army: Top General Randy George Fired Amid Iran War

Trump’s 'Surgical Strike' on His Own Army: Top General Randy George Fired Amid Iran War

News Continuous Bureau | Mumbai

Trump Army Leadership Shakeup: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની કાર્યવાહી તેજ કરવાની સાથે હવે પોતાની જ સેનાના ટોચના નેતૃત્વ પર પ્રહાર કર્યો છે. અમેરિકાના આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રૅન્ડી જ્યોર્જને “તાત્કાલિક અસરથી” નિવૃત્ત થવા માટે કહી દેવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય વિદાય નથી, પરંતુ યુદ્ધની વચ્ચે સૈન્ય વડાની હકાલપટ્ટી છે. આ અગાઉ જનરલ સીક્યુ બ્રાઉનને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. વિશ્વની સૌથી શક્તિશાળી સેનાના બે સૌથી મોટા અધિકારીઓને યુદ્ધ દરમિયાન હટાવવા એ વોશિંગ્ટનમાં કોઈ ભૂકંપથી ઓછું નથી.

Join Our WhatsApp Channel

શા માટે લેવાયો આટલો મોટો જોખમી નિર્ણય?

ટ્રમ્પ પ્રશાસનના આ પગલાં પાછળ મુખ્યત્વે ત્રણ કારણો હોવાનું માનવામાં આવે છે. પ્રથમ, ઈરાન સામેની જંગમાં અપેક્ષિત સફળતા ન મળતા ટ્રમ્પની વધતી જતી ઝુંઝલાહટ. બીજું, જનરલ રૅન્ડી જ્યોર્જની નિમણૂક જો બાઈડન દ્વારા કરવામાં આવી હતી, જેમને ટ્રમ્પ સમર્થકો ‘જૂના શાસનના અવશેષ’ ગણતા હતા. ત્રીજું, એવું માનવામાં આવે છે કે જનરલ જ્યોર્જ ઈરાન પર ‘ગ્રાઉન્ડ ઇન્વેઝન’ એટલે કે જમીની હુમલો કરવાના ટ્રમ્પના જોખમી આયોજન સાથે અસંમત હતા. ટ્રમ્પ હવે એવા ‘વોર ફાઈટર્સ’ ઈચ્છે છે જેઓ કોઈપણ કાયદાકીય દલીલ વગર તેમના આક્રમક આદેશોનું પાલન કરે.

આ સમાચાર પણ વાંચો: Pakistan Fuel Crisis: શું પાકિસ્તાન બરબાદીના આરે? મોડી રાત્રે ફૂટ્યો ‘પેટ્રોલ બોમ્બ’, ઈંધણના ભાવ આસમાને પહોંચતા મચી ચીસાચીસ.

 ‘સ્ટોન એજ’ તરફ ઈરાન: ટ્રમ્પની આક્રમક રણનીતિ

ટ્રમ્પે તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે તેઓ ઈરાનને “સ્ટોન એજ” (Stone Age) માં મોકલવાની તાકાત ધરાવે છે. આગામી ૨-૩ અઠવાડિયામાં તેઓ આ અભિયાનને નિર્ણાયક મોડ પર લઈ જવા માંગે છે. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ હવે તેવા જનરલોની શોધમાં છે જેઓ ઈરાનની ધરતી પર અમેરિકી સૈનિકો ઉતારવાના પક્ષમાં હોય. ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ છે: પેન્ટાગોનમાં એવા જ લોકો રહેશે જેઓ “અમેરિકા ફર્સ્ટ” અને ઈરાન પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિમાં ૧૦૦% વફાદાર હોય.

શું આ નિર્ણય અમેરિકા માટે આત્મઘાતી સાબિત થશે?

ઈતિહાસ ગવાહ છે કે સક્રિય યુદ્ધ દરમિયાન કમાન્ડરો બદલવા જોખમી હોઈ શકે છે. ડેમોક્રેટ્સ અને સૈન્ય નિષ્ણાતો આને સેનાનું “રાજકીયકરણ” ગણાવી રહ્યા છે. આ ફેરબદલથી મોરચે તૈનાત સૈનિકોના મનોબળ પર વિપરીત અસર પડી શકે છે અને સૈન્યમાં અસ્થિરતા સર્જાઈ શકે છે. જો નવા નિમણૂક પામેલા જનરલ પાસે પૂરતો અનુભવ નહીં હોય, તો ઈરાન જેવા ભૌગોલિક રીતે કઠિન દેશમાં અમેરિકા મોટી મુસીબતમાં ફસાઈ શકે છે. ટ્રમ્પ અત્યારે ‘હાઈ રિસ્ક, હાઈ ગેઈન’ ના જુગાર પર રમી રહ્યા છે.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version