Trumps Tone Against Iran ઈરાન સામે ટ્રમ્પના સૂર બદલાયા, મોટા હુમલાને બદલે હવે આર્થિક ઘેરાબંદી પર ભાર; જાણો કારણ..

Trumps Tone Against Iran અમેરિકામાં શસ્ત્રોની ભારે તંગી અને બદલાતી રણનીતિ વચ્ચે ટ્રમ્પે અપનાવ્યું લોકી વલણ, ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ

by kalpana Verat
Trumps Tone Against Iran  ઈરાન સામે ટ્રમ્પના સૂર બદલાયા, મોટા હુમલાને બદલે હવે આર્થિક ઘેરાબંદી પર ભાર; જાણો કારણ..

 

News Continuous Bureau | Mumbai

Trumps Tone Against Iran મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા લાંબા સંઘર્ષ વચ્ચે અમેરિકાના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે મોટા પાયે સૈન્ય હુમલો કરવાની પોતાની ચીમકીઓથી પીછેહઠ કરીને હવે આર્થિક નાકેબંધી અને કૂટનીતિક દબાણ વધારવાની રણનીતિ અપનાવી છે.

Trumps Tone Against Iran – આક્રમક હુમલાને બદલે આર્થિક દબાણની નીતિ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેમનું પ્રશાસન હાલમાં અત્યંત શાંત અને નીચા પ્રોફાઇલ (લો-કી)વાળું વલણ અપનાવી રહ્યું છે. ઈરાનની આર્થિક સ્થિતિ પહેલેથી જ ડામાડોળ છે અને ત્યાં ફુગાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ સ્થિતિને જોતાં અમેરિકા હવે સીધા સૈન્ય હુમલાને ટાળીને આર્થિક ઘેરાબંદી દ્વારા ઈરાનને ઘૂંટણિયે લાવવાના પ્રયાસમાં છે.

Trumps Tone Against Iran – અમેરિકામાં શસ્ત્રોના ભંડારને લઈને ચર્ચા

રિપોર્ટ્સ અનુસાર, ઈરાન સાથેના મહિનાઓ લાંબા સંઘર્ષને કારણે અમેરિકી સૈન્યના અદ્યતન હસ્ત્રો અને મિસાઈલોના ભંડારમાં ઘટાડો થયો છે. આ શસ્ત્રોની તંગી અને આંતરિક સુરક્ષા ચિંતાઓના કારણે પણ ટ્રમ્પ પ્રશાસને પોતાની સૈન્ય રણનીતિમાં ફેરફાર કરવો પડ્યો છે. જોકે વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે દેશમાં જરૂરી શસ્ત્રોનું ઉત્પાદન ઝડપથી ચાલી રહ્યું છે.

Trumps Tone Against Iran – હોર્મુઝ સામુદ્રધુની અને ક્રૂડ ઓઈલની સ્થિતિ

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાં હોવાથી અને ખાડીના સહયોગી દેશોની સલાહને ધ્યાનમાં રાખીને અમેરિકાને અત્યારે ઉતાવળા સૈન્ય પગલાં ભરવાની જરૂર જણાઈ નથી. જોકે, હોર્મુઝ જળમાર્ગ અને દરિયાઈ વેપારને લઈને બંને દેશો વચ્ચે શરતો અને કરાર બાબતે હજુ પણ મડાગાંઠ યથાવત છે.

👉 આ સમાચાર વાચો:
Futures Market Bullish બુલિયન માર્કેટમાં વિક્રમી તેજી! સોનું ૧.૫૨ લાખને પાર પહોંચતા રોકાણકારોમાં ખુશીની લહેર, ચાંદી પણ તેજીના રસ્તે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More