News Continuous Bureau | Mumbai
- સોલોમન ટાપુ (Solomon Island) પર આજે 7.0ની તીવ્રતાના ભૂકંપ (Earthquake) ના જોરદાર આંચકા અનુભવાયા છે.
- ભૂકંપની તીવ્રતાને જોતા આ વિસ્તારમાં સુનામી (Tsunami Alert) નું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
- અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (American Geological Survey) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાટનગર હોનિયારા (Honiara) થી 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં દરિયામાં 13 કિલોમીટર ઉંડાઇમાં હતું.
- જો કે હજુ સુધી નુકસાન અંગે કોઈ માહિતી નથી.
- ઉલ્લેખનીય છે કે સોલોમન ટાપુ ભૂકંપના હિસાબથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: લોકોને વર્ષો સુધી લહેજતદાર પીણું પીવડાવનારા એવા ‘રસના’ કંપનીના સ્થાપક આરીઝ ખંભાતાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું.