ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
કોરોનાને કારણે પર્યટકો માટે બંધ યુરોપ, હવે ધીરે-ધીરે ફરી ખૂલી રહ્યું છે. લગભગ એક વર્ષ બાદ યુએસ અને યુરોપના અન્ય દેશોના પ્રવાસીઓ માટે 20 દેશ અનલૉક થઈ રહ્યા છે. જોકે પ્રવાસીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. યુરોપના 30માંથી 20 દેશો અનલૉક તબક્કામાં છે. હવે ઘણા દેશોએ મુસાફરી પરથી પ્રતિબંધો હટાવી અથવા દૂર કરી દીધા છે.
ઇટલી, સ્પેન અને ફ્રાન્સમાં કેટલાક નિયમો સાથે હૉટેલ્સ, રેસ્ટરાંસ, પર્યટક આકર્ષણો અને આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ શક્ય બની છે. મોટાભાગના દેશોમાં એક અઠવાડિયામાં મોટા તમામ વ્યવહારો શરૂ થવાની ધારણા છે. ગ્રીસમાં ૨૦ દેશના પ્રવાસીઓને દરેકને રસીકરણનું પ્રમાણપત્ર અથવા RTPCR નેગેટિવ રિપૉર્ટ આપવાનો નિયમ છે. જોકેજેમને રસી આપવામાં આવી છે તેમના માટે સંયુક્ત ડિજિટલ ટ્રાવેલ સર્ટિફિકેટ પર કામ ચાલી રહ્યું છે. સ્પેન, જર્મની, ગ્રીસ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, પોલૅન્ડે સંયુક્ત ડિજિટલ ટ્રાવેલ સર્ટિફિકેટ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ઇટલી અને બ્રિટનમાં હજી પ્રવાસીઓ માટે ૧૦ દિવસ આઈસોલેશનમાં રહેવાનો નિયમ છે. તો ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોમાં ભારતના પ્રવાસીઓ ઉપર હજી પ્રતિબંધ યથાવત્ છે.