News Continuous Bureau | Mumbai
US: આજે યુક્રેન-રશિયા યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે.રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ યુક્રેનમાં તેનું વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું.તેની બીજી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ, યુએસએ રશિયા સામે 500 થી વધુ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એક નિવેદનમાં કહ્યું કે રશિયાના ( Ukraine-Russia war ) આર્કટિક ક્ષેત્રમાં વિપક્ષી નેતા એલેક્સી નેવલનીના ( Alexei Navalny ) મૃત્યુને કારણે આ નવા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે.
બિડેનના નિવેદન મુજબ, યુક્રેનના ( Ukraine ) બહાદુર લોકો તેમની સ્વતંત્રતા અને ભવિષ્યની રક્ષા માટે સંકલ્પ સાથે લડતા રહે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ( Joe Biden ) દ્વારા રશિયા ( Russia ) વિરૂદ્ધ આ પ્રતિબંધો નેવલનીના મૃત્યુ બાદ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પુતિનના કટ્ટર ટીકાકાર નવલ્નીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
અમેરિકાએ લગભગ 100 રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે…
મિડીયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ લગભગ 100 રશિયન કંપનીઓ ( Russian companies ) અને વ્યક્તિઓ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આટલું જ નહીં યુરોપિયન યુનિયને લગભગ 200 રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધોની જાહેરાત પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Karnataka: કર્ણાટકમાં મંદિરો પર ટેક્સ લાદવાની સરકરાની યોજનાને મોટો ઝટકો! BJP-JDSના વિરોધ બાદ વિધાન પરિષદમાં બિલ નામંજુર..
અગાઉ એવા અહેવાલ હતા કે યુક્રેન પર સતત હુમલાને જોતા અમેરિકા રશિયા પર કેટલાક કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યું છે. નાણા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા હવે રશિયા અને તેના સમર્થકો અને તેના યુદ્ધ મશીનો પર સખત હુમલો કરવા જઈ રહ્યું છે.