ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
બ્રિટનમાં 97 દિવસનું લોકડાઉન હવે સમાપ્ત થયું છે. અહીં એક સમયે દૈનિક ૫૦,૦૦૦ જેટલા કોરોના ના કેસ નોંધાઇ રહ્યા હતા. જે હવે ઘટીને દૈનિક 4000 પર આવી ગયા છે. બ્રિટનનું માનવું છે કે આગામી દોઢ મહિનાની અંદર તમામ પ્રકારના પ્રતિબંધો સંપૂર્ણ રીતે ખસેડી નાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બ્રિટન બહુ ખરાબ રીતે કોરોનાની ચપેટમાં આવ્યો હતો. અહીં ભારત કરતાં ખરાબ પરિસ્થિતિ હતી. જોકે સત્તાધીશોએ લોકોને મોટું પેકેજ આપી દીધું. આ ઉપરાંત દેશની અધિકાંશ જનતાને વેક્સિન આપી દીધી. હવે અહીં કોરોના કાબૂમાં આવી ગયો છે.