ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર
યુનાઇટેડ સ્ટેટ્સે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વેકિસનનાં બંને ડોઝ લીધા છે તે 6 મહિના પછી વેક્સિનનો વધારાનો બૂસ્ટર ડોઝ લઇ શકશે.
આ માહિતી રસી બનાવતી કંપની ફાઈઝર એન્ડ મોડર્ના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આપવામાં આવી છે.
મોડર્નાનાં સીઇઓ સ્ટીફની બાન્સેલે કહ્યું કે, અમેરિકામાં હવે જ્યારે શિયાળો શરૂ થઇ રહ્યો છે અને કોરોનાનાં કેસ વધી રહ્યા છે તેમજ હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે બૂસ્ટર ડોઝનાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
યુએસમાં 10 રાજ્યો દ્વારા તમામ એડસને બૂસ્ટર ડોઝ આપવાનું ચાલુ કરવા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિર્ણય લેવાયો છે.
આમ હવે 18 વર્ષથી મોટી ઉંમરનાં લોકોને જ બૂસ્ટર ડોઝ આપવો કે વૃધ્ધોને તે અંગે પ્રવર્તતા ગૂંચવાડાનો અને ગેરસમજનો અંત આવ્યો છે.