Donald Trump: વેનેઝુએલા પર ટ્રમ્પની સર્જિકલ સ્ટ્રાઈક: તેલ ટેન્કરોની અવરજવર પર નાકાબંધી, શું દુનિયામાં તેલના ભાવ વધશે?

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં ભારે ખટરાગ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા આ આકરા નિર્ણયથી દક્ષિણ અમેરિકાના આ દેશની અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ અસર પડવાની શક્યતા છે

by samadhan gothal
Donald Trump વેનેઝુએલા પર ટ્રમ્પની સર્જિકલ સ્ટ્રાઈક તેલ ટેન્કરોની અવરજવર પર નાકાબંધી

News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર દબાણ વધારવા માટે ત્યાં આવતા અને ત્યાંથી જતા તમામ પ્રતિબંધિત તેલ ટેન્કરો પર સંપૂર્ણ નાકાબંધી (Blockade) નો આદેશ આપ્યો છે. ટ્રમ્પનો દાવો છે કે વેનેઝુએલા તેલની કમાણીનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી અને ગુનાખોરી માટે કરી રહ્યું છે.

અમેરિકી સેનાએ તેલ ટેન્કર જપ્ત કર્યું

ટ્રમ્પે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે ગયા અઠવાડિયે અમેરિકી સેનાએ વેનેઝુએલાના તટ પાસે એક તેલ ટેન્કરને જપ્ત કરી લીધું હતું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો કે વેનેઝુએલા તેલનો ઉપયોગ ડ્રગ સ્મગલિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના ફંડિંગ માટે કરી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિસ્તારમાં અમેરિકાની સૈન્ય તૈનાતી ચાલુ રહેશે.

વેનેઝુએલા નૌકાદળના કાફલાથી ઘેરાયેલું

ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલા અત્યારે દક્ષિણ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા નૌકાદળના કાફલાથી ઘેરાયેલું છે.”આ ઘેરાબંધી હજુ વધુ મજબૂત બનશે અને તેમને એવો ઝટકો લાગશે જે પહેલા ક્યારેય જોયો નહીં હોય. આ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તેઓ અમેરિકા પાસેથી ચોરેલું તેલ, જમીન અને અન્ય સંપત્તિ પરત નહીં કરે.” બીજી તરફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકાના આ પગલાને ‘પાયરસી’ (ચાંચિયાગીરી) ગણાવી છે. “વેનેઝુએલા છેલ્લા ૨૫ અઠવાડિયાથી બહુપક્ષીય હુમલાઓનો સામનો કરી રહ્યું છે. અમે મનોવૈજ્ઞાનિક આતંકવાદથી લઈને સમુદ્રી ચાંચિયાગીરી સુધીના દરેક હુમલાને હરાવી રહ્યા છીએ.” તેમણે ટેલિવિઝન પર આપેલા ભાષણમાં પોતાની માતૃભૂમિની રક્ષા કરવાની અને શાંતિ જાળવી રાખવાની શપથ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા

વેનેઝુએલા અને તેલનો ભંડાર

વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે અને તે દરરોજ લગભગ એક મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. ૨૦૧૭માં અમેરિકાએ તેલ પર પ્રતિબંધો લગાવ્યા ત્યારથી માદુરો સરકાર ગુપ્ત રીતે તેલની નિકાસ કરવા માટે ‘ઘોસ્ટ ટેન્કર્સ’ (વિના ધ્વજવાળા ટેન્કરો) પર નિર્ભર છે. અમેરિકા હવે આ ગુપ્ત નેટવર્કને તોડવા માંગે છે.

Join Our WhatsApp Community

You may also like