UAE Iran Drone Attack 2026|UAE હુમલામાં ૩ ભારતીયો ઘાયલ; PM મોદીએ ઈરાનની કરી ઝાટકણી

UAE Iran Drone Attack 2026| મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના એંધાણ ફૂજૈરાહ તેલ પ્લાન્ટમાં આગ લાગતા ભારતીય દૂતાવાસ એલર્ટ પર, PM મોદીએ ભારતUAE ની એકતા દર્શાવી કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવા પર મૂક્યો ભાર.

by Janvi Soni
UAE Iran Drone Attack 2026|UAE હુમલામાં ૩ ભારતીયો ઘાયલ; PM મોદીએ ઈરાનની કરી  ઝાટકણી

 

News Continuous Bureau | Mumbai

UAE Iran Drone Attack 2026| મિડિલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ ફરી એકવાર તણાવ વધ્યો છે. ઈરાને યુએઈના મહત્વપૂર્ણ ફૂજૈરાહ પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રી ઝોન પર ડ્રોન હુમલો કર્યો છે, જેમાં ઓઈલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને તેની આકરી ટીકા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા વ્યક્ત કર્યો રોષ

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “યુએઈ પર થયેલા હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. નિર્દોષ નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવી એ કોઈ પણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈની સાથે છે. હોર્મુઝની ખાડીમાં સુરક્ષિત અને અવરોધ વિનાની અવરજવર વૈશ્વિક ઉર્જા સુરક્ષા અને પ્રાદેશિક શાંતિ માટે અત્યંત જરૂરી છે.”

ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં

યુએઈમાં સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે ફૂજૈરાહ હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય ભારતીયોને યોગ્ય સારવાર મળે તે માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. ઈરાને આ હુમલા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરતી મહત્વની પાઈપલાઈનને નિશાન બનાવી છે, જેનો હેતુ તેલ પુરવઠો ખોરવવાનો હોવાનું મનાય છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટ

બીજી તરફ, મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અહેવાલો અનુસાર, ઈરાનની નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી જહાજો પર મિસાઈલ પણ છોડી છે. જવાબમાં અમેરિકાએ ઈરાનની છ નાની નૌકાઓને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન પર ફરીથી મોટા પાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરવાના સંકેત આપ્યા છે, જેનાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More