ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
કોરોના ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ખતરાને જોતા યુએઈ દ્વારા ઈન્ડિગો ની ફલાઈટો પર ૨૪મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સત્તાવાર અહેવાલો મુજબ મંગળવારથી ફલાઈટોના સસ્પેન્શન નો હુકમ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.
રેપિડ પીસીઆર ટેસ્ટ નહીં કરાવનાર મુસાફરોને યુએઈમાં પ્રવેશ આપવાની મનાઇ કરી દેવામાં આવી છે. રવાનગી ના સ્થળ પર જેમણે ટેસ્ટ કરાવ્યો નથી તેમને દેશમાં આવવાની મનાઈ છે.
જો કે કાયમી રહેવાસીઓ માટે શાસકો દ્વારા એન્ટ્રી ને મંજૂરી આપવામાં આવી છે પરંતુ એમણે પણ રવાનગી ના 48 કલાક પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવું ફરજિયાત છે.
સાથે સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે મુસાફરોએ અગાઉથી પ્રવાસ કરવા માટે યુએઇના સત્તાવાળાઓનું એપ્રુવલ મેળવવું જરૂરી છે અને એરપોર્ટના સ્ટાફને પણ એવી સૂચના આપવામાં આવી છે કે દરેક પ્રવાસી પાસેથી ટેસ્ટ નું સર્ટીફીકેટ મેળવવામાં આવે.
તમામ મુસાફરો દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોની ચકાસણી યુએઈમાં એરપોર્ટ પર આગમન સાથે જ કરી લેવામાં આવશે અને તેમાં જો કોઈ ગરબડ દેખાશે તો મુસાફરોને પાછા મોકલી દેવામાં આવશે.