Site icon

ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ખતરાને જોતા આ દેશએ 24 ઓગસ્ટ સુધી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ, જારી કર્યા આ નવા નિયમો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોના ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ખતરાને જોતા યુએઈ દ્વારા ઈન્ડિગો ની ફલાઈટો પર ૨૪મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સત્તાવાર અહેવાલો મુજબ મંગળવારથી ફલાઈટોના સસ્પેન્શન નો હુકમ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. 

રેપિડ પીસીઆર ટેસ્ટ નહીં કરાવનાર મુસાફરોને યુએઈમાં પ્રવેશ આપવાની મનાઇ કરી દેવામાં આવી છે. રવાનગી ના સ્થળ પર જેમણે ટેસ્ટ કરાવ્યો નથી તેમને દેશમાં આવવાની મનાઈ છે.

જો કે કાયમી રહેવાસીઓ માટે શાસકો દ્વારા એન્ટ્રી ને મંજૂરી આપવામાં આવી છે પરંતુ એમણે પણ રવાનગી ના 48 કલાક પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવું ફરજિયાત છે.  

સાથે સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે મુસાફરોએ અગાઉથી પ્રવાસ કરવા માટે યુએઇના સત્તાવાળાઓનું એપ્રુવલ મેળવવું જરૂરી છે અને એરપોર્ટના સ્ટાફને પણ એવી સૂચના આપવામાં આવી છે કે દરેક પ્રવાસી પાસેથી ટેસ્ટ નું સર્ટીફીકેટ મેળવવામાં આવે.

તમામ મુસાફરો દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોની ચકાસણી યુએઈમાં એરપોર્ટ પર આગમન સાથે જ કરી લેવામાં આવશે અને તેમાં જો કોઈ ગરબડ દેખાશે તો મુસાફરોને પાછા મોકલી દેવામાં આવશે.

આજે બીજા દિવસે પણ ડીઝલ થયું સસ્તું, પેટ્રોલના ભાવમાં ન થયો કોઈ ફેરફાર, જાણો મુંબઈ શહેરમાં કેટલી છે કિંમત

US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Exit mobile version