Site icon

પરિવર્તનનો પવન ફુંકાયો : આ ઇસ્લામિક દેશમાં શુક્રવારે બધું ખુલ્લું રહેશે… જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

જાન્યુઆરી મહિનાથી અમલમાં આવનાર યુએઇ સરકારના આ ર્નિણયના કારણે તે અખાત પ્રદેશમાં પશ્ચિમની પદ્ધતિએ કામકાજનો સમયગાળો નક્કી કરનાર જૂજ સ્થળો પૈકીનું એક બની જશે, કેમ કે અખાત પ્રદેશમાં આવેલા મોટાભાગના આરબ દેશોએ સત્તાવાર રીતે કામકાજના સપ્તાહ તરીકે રવિવારથી ગુરૂવારનો સમય નક્કી કર્યો છે. સરકારી કર્મ્ચારીઓને શુક્રવારના રોજ અડધો દિવસ કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તેઓ શનિવાર અને રવિવાર વીકએન્ડ તરીકે મનાવશે એમ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવાર આરબ રાષ્ટ્રો માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે કેમ કે તે દિવસે તમામ મુસ્લિમો ફરજિયાત નમાઝ અદા કરે છે.  સરકારના આ ર્નિણયનો યુએઇની શાળાઓ અને ખાનગી ઉદ્યોગો અક્ષરસઃ પાલન કરશે. જાે કે ઇરાન અને અફઘાનિસ્તાન જેના દેશોમાં આજે પણ કામકાજનું સપ્તાહ શનિવારથી બુધવાર સુધીનું અમલમાં છે.યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની સરકારે મંગળવારે કહ્યું હતું કે હવેથી સત્તાવાર રીતે કામકાજનું સપ્તાહ સોમવારથી શુક્રવાર સુધીનું રહેશે. યુએઇની સરકાર દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો નીતિવિષયક ફેરફાર છે જેના કારણે હવે તે પશ્ચિમના દેશોની હરોળમાં આવી જશે, એટલું જ નહીં પરંતુ આ ફેરફાર સાથે તે પશ્ચિમના દેશોનું અનુકરણ કરનાર સૌ પ્રથમ આરબ રાષ્ટ્ર પણ બની જશે.

 

કોરોના દરમિયાન ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી આર્થિક અસમાનતા, સામે આવ્યા આ આંકડા 
 

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version