News Continuous Bureau | Mumbai
UAE Hindu Temple: સામાન્ય ભક્તો માટે મંદિર ખોલવામાં આવ્યા બાદ પ્રથમ રવિવારે 65,000 થી વધુ ભક્તોએ BAPS હિન્દુ મંદિરની ( BAPS Hindu Temple ) મુલાકાત લીધી હતી. મંદિર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર સવારે 40 હજાર અને સાંજે 25 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
અબુ ધાબીથી આવેલા પરત ભારત આવેલા એક ભક્તે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, હજારો લોકોની વચ્ચે મેં આટલો અદભૂત શિસ્તબધતા ક્યારેય જોઈ નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન કરી શકીશું નહીં, પરંતુ અમે શાંતિ પૂર્વક દર્શન કર્યા અને અત્યંત સંતુષ્ટ થયા. તમામ BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓને સલામ.
40 વર્ષથી દુબઈમાં રહેતા સ્થાનિક કપલે કહ્યું હતું કે, ‘અમે ઘણા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, મંદિર અમારી જે અપેક્ષાઓ હતી. તે બધી અપેક્ષાઓ કરતાં વધુ સારુ છે. આ એક સાચો ચમત્કાર છે. અમે ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે હવે અમારી પાસે પ્રાર્થના કરવા અને આધ્યાત્મિકતા અનુભવવા માટે એક મંદિર છે.
UAE મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે..
આ જ ક્રમમાં સોમવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ( Piyush Goyal ) પણ UAEના હિન્દુ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પિયુષ ગોયલે મંદિર પરિસરમાં લગભગ 3 કલાક વિતાવ્યા હતા. તેમજ ગોયલ મંદિરની સુંદરતાની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Supreme Court: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી રોકવાની માંગ કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ
ઉલ્લેખનીય છે કે, UAE હિંદુ મંદિર બનાવવાની ચર્ચા 2015 થી ચાલી રહી હતી. વર્ષ 2018માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને 14 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીને સાંભળવા માટે દુનિયાભરમાંથી લગભગ 65 હજાર લોકો એકઠા થયા હતા.
જેમાં આરબ સરકારે અબુ ધાબી ( Abu Dhabi ) મંદિર માટે જમીન દાનમાં આપી છે. સમગ્ર મંદિર પરિસર 27 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. તાજેતરમાં, ભારતના અયોધ્યામાં બનેલા રામ મંદિરની જેમ, નાગર શૈલીમાં આ હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.
UAE મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થાએ દુનિયાભરમાં અનેક મોટા મંદિરો બનાવ્યા છે. નવી દિલ્હી, ભારતમાં સ્થિત અક્ષરધામ મંદિર અને ગુજરાતમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ પણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.