News Continuous Bureau | Mumbai
UAE Hormuz Strait Strategy અમેરિકા અને ઈરાન વચ્ચે વચગાળાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા બાદ હવે વિશ્વ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલવાની રાહ જોઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) આ મહત્વપૂર્ણ અને વિવાદિત દરિયાઈ માર્ગ પરથી પોતાની નિર્ભરતા કાયમ માટે ખતમ કરવા માટે એક અતિ મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહ્યું છે. યુએઈના વિદેશ વ્યાપાર મંત્રી થાની અલ જાયૌદીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ માર્ગ પર પોતાની નિર્ભરતા શૂન્ય કરવા તરફ આગળ વધી રહ્યા છે.
UAE Hormuz Strait Strategy – પૂર્વીય બંદરોનો મોટા પાયે વિસ્તાર અને નવી પાઇપલાઇન
યુએઈના આ મેગા પ્લાન હેઠળ ઓમાનની ખાડીના કિનારે આવેલા દિબ્બા, ફુજૈરાહ અને ખોર ફક્કન જેવા પૂર્વીય બંદરોનો મોટા પાયે વિસ્તાર કરવામાં આવશે, જે હોર્મુઝ સ્ટ્રેટની બહાર સ્થિત છે. આ ઉપરાંત યુએઈ તે જ દરિયાકાંઠા પર ઓછામાં ઓછું એક નવું બંદર પણ બનાવશે. ફુજૈરાહ દ્વારા ક્રૂડ ઓઈલના નિકાસને બમણી કરવા માટે બીજી પાઈપલાઈનના નિર્માણમાં તેજી લાવવાની સાથે દેશ હવે ત્રીજી પેટ્રોલિયમ પાઈપલાઈન, રેલવે અને રોડ નેટવર્કના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ પર પણ અબજો ડૉલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
UAE Hormuz Strait Strategy – યુએઈ માટે આ રસ્તો બિલકુલ સરળ નહીં હોય
યુદ્ધ પહેલા વિશ્વનો લગભગ પાંચમો ભાગ ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો હતો. તેથી આ વ્યૂહાત્મક માર્ગ પરથી નિર્ભરતા ઓછી કરવી બિલકુલ સરળ નહીં હોય. પાઇપલાઇન્સ દ્વારા ક્રૂડ અને રિફાઇન્ડ ઓઇલને પૂર્વીય બંદરો સુધી પહોંચાડી શકાશે, પરંતુ એલ્યુમિનિયમ અને એલએનજી જેવી અન્ય ચીજોનું પરિવહન કરવું ઘણું મુશ્કેલ બનશે. આ ઉપરાંત, યુએઈ પોતાની આયાત (ઇમ્પોર્ટ) માટે જેબેલ અલી જેવા મોટા ખાડી બંદરો પર નિર્ભર છે, જ્યાંથી ટ્રકો દ્વારા સામાન પહોંચાડવો ઘણો મોંઘો સાબિત થઈ શકે છે.
UAE Hormuz Strait Strategy – ઈરાને યુએઈ પર દાગી હતી ૩,૦૦૦ મિસાઈલો
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલી બોમ્બમારો બાદ હોર્મુઝનો માર્ગ લગભગ બંધ થઈ ગયો હતો. તે દરમિયાન ઈરાને યુએઈ પર આશરે ૩,૦૦૦ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી, જેણે ફુજૈરાહ સહિતની ઉર્જા સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ મુશ્કેલ સમયમાં દરરોજ ૧.૫ મિલિયન બેરલની ક્ષમતા ધરાવતી જૂની પાઈપલાઈન યુએઈ માટે લાઈફલાઈન સાબિત થઈ હતી. આ અનુભવ પરથી પાઠ લઈને યુએઈ હવે ભવિષ્યના જોખમોને ટાળવા માટે કાયમી આર્થિક મિકેનિઝમ તૈયાર કરી રહ્યું છે.
👉 આ સમાચાર વાચો:
US Iran Nuclear Deal પરમાણુ બોમ્બ બનાવવાના ઈરાનના પ્લાન પર લાગશે બ્રેક? જાણો ઐતિહાસિક શાંતિ કરારમાં યુરેનિયમને લઈને શું લેવાયો નિર્ણય