News Continuous Bureau | Mumbai
UAEના પ્રમુખ અને અબુ ધાબીના(Abu dhabi) શાસક(Ruler) શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું (Khalifa bin Zayed Al Nahyan)73 વર્ષની વયે નિધન(passed away) થયું છે.
સ્થાનિક મીડિયાના અહેવાલોમાં, રાષ્ટ્રપતિ(President) બાબતોના મંત્રાલયને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.
શેખ ખલીફાના(Sheikh Khalifa) નિધન પર યુએઈ(UAE), અરબ(Arab), ઈસ્લામિક રાષ્ટ્ર(Islamic country) અને દુનિયાના લોકોએ સંવેદના વ્યક્ત કરી છે.
શેખ ખલીફાના નિધન પર UAEમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની(National mourning) જાહેરાત કરવામાં આવી છે, જેથી આ દિવસો દરમિયાન રાષ્ટ્રધ્વજ(national Flag) અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાને 3 નવેમ્બર 2004થી સંયુક્ત અરબ(United Arab) અમીરાતના(Emirate) રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક તરીકે કામ કર્યું.
તેમણે પોતાના પિતા સ્વર્ગિય મહામહિમ શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાનના(Sheikh Zayed bin Sultan Al Nahyan) ઉત્તરાધિકારી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
શેખ જાયદ બિન સુલ્તાને 1971માં સંઘ બાદથી 2 નવેમ્બર, 2004 સુધી યુએઈના(UAE) પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: ટ્વિટર ડીલ અટકી, એલોન મસ્કે ટેકઓવરને લઇને કર્યુ આ મોટુ એલાન.. જાણો શું છે કારણ