ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા અને કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર છે. 2 ફેબ્રુઆરીથી દેશમાં નવો શ્રમ કાયદો અમલમાં આવ્યો છે. નવા કાયદામાં કામદારોને નવા અધિકારો આપવામાં આવ્યા છે. UAEની અર્થવ્યવસ્થામાં ભારતીય નાગરિકોનો મોટો ફાળો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતીય કામદારોને પણ નવા કાયદાથી ઘણા ફાયદા મળશે.
સંયુક્ત આરબ અમીરાત દેશની કુલ વસ્તીના ૪૦ ટકા ભારતીયો છે અને તેમની સંખ્યા ૩૫ લાખ છે. UAE ના ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કામ કરે છે. નવો ફેડરલ ડિક્રી કાયદો નંબર ૩૩ કામદારોના અધિકારોના રક્ષણની બાહેંધરી આપે છે. UAEના માનવ સંસાધન મંત્રાલયે કહ્યું કે નવા કાયદા મુજબ હવે દરેક નાની-નાની બાબતોની માહિતી જાેબ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.
નવા કરારમાં કામદાર, તેના એમ્પ્લોયર, નોકરીનું વર્ણન, કામના કલાકો, રજાઓ, જોડાવાની તારીખ, કામ કરવાની જગ્યા, પગાર, વાર્ષિક રજા, નોટિસનો સમયગાળો સહિતની દરેક માહિતી સામેલ હશે. નવા કાયદા સાથે હવે જોબ કોન્ટ્રાક્ટ મર્યાદિત સમય માટે રહેશે, જે પહેલા એવું નહોતું. કંપનીઓ હવે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે કામદારોને નોકરી પર રાખી શકશે. તે પછી તેને ફરીથી રીન્યુ કરાવવાનું રહેશે.
સરકારે તમામ ખાનગી કંપનીઓને નવા કાયદા અનુસાર નવા કોન્ટ્રાક્ટ તૈયાર કરવા જણાવ્યું છે. કાયદો લાગુ થયાના એક વર્ષની અંદર કંપનીઓએ તેમના જાેબ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવો પડશે. નવા કાયદાથી હવે કોઈપણ એમ્પ્લોયર કાયમ માટે કામદારને નોકરી પર રાખી શકશે નહીં. મુસાબાએ કહ્યું કે હવે કામદારોને પણ કેટલીક નવી રજાઓ મળશે. કંપનીઓએ તેમના કર્મચારીઓને દર અઠવાડિયે ઓછામાં ઓછી એક રજા આપવી પડશે.
આ ઉપરાંત ઘરે કોઈનું મૃત્યુ થાય તો ત્રણથી પાંચ રજા, પરીક્ષાની તૈયારી માટે ૧૦ દિવસની રજા, મહિલાઓ માટે ૬૦ દિવસની પ્રસૂતિ રજા, પ્રેગ્નન્સી દરમિયાન ૪૫ દિવસની રજા પગાર સાથે અને ૧૫ દિવસની રજા અડધા પગાર સાથે શરતી રીતે મળશે. નવો કાયદો કર્મચારીઓ અને નોકરીદાતાઓ વચ્ચે પારદર્શિતા વધારશે. નવા શ્રમ કાયદાને લાગુ કરવા પાછળ યુએઈનો હેતુ વિદેશી કામદારોને આકર્ષવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી ેંછઈ ના નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચે વધુ સારા સંબંધો બનશે.