Site icon

યુગાન્ડામાં LGBTQ વિરોધી બિલ પાસ, સમલૈંગિક સંબંધ રાખનારને થશે મોતની સજા!

યુગાન્ડાની સંસદે મંગળવારના રોજ એક બિલ પસાર કર્યું છે જેના અંતર્ગત સમલૈંગિક ઓળખ જાહેર કરવાને ગુનો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલો જોવા મળે છે તો તેને મૃત્યુ સુધીની સજા થઈ શકે છે

Uganda parliament passes bill criminalizing identifying as LGBTQ, imposes death penalty for some offenses

યુગાન્ડામાં LGBTQ વિરોધી બિલ પાસ, સમલૈંગિક સંબંધ રાખનારને થશે મોતની સજા!

News Continuous Bureau | Mumbai

યુગાન્ડાની સંસદે મંગળવારના રોજ એક બિલ પસાર કર્યું છે જેના અંતર્ગત સમલૈંગિક ઓળખ જાહેર કરવાને ગુનો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલો જોવા મળે છે તો તેને મૃત્યુ સુધીની સજા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 30 થી વધુ આફ્રિકન દેશોમાં સમલૈંગિકતા પર પ્રતિબંધ છે અને આ માટે આ દેશોમાં સખત સજાની જોગવાઈ છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની પાસે જશે, જેઓ તેને વીટો કરી શકે છે અથવા કાયદા પર હસ્તાક્ષર કરી શકે છે.

Join Our WhatsApp Community

જાણો, કયા લોકોને મળશે મોતની સજા!

યુગાન્ડાના આ નવા બિલ મુજબ દેશમાં સમલૈંગિકતાને અપરાધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલની જોગવાઈઓ નું ઉલ્લંઘન કરવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. આ બિલ અનુસાર, એવા લોકોને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધ બનાવવાના દોષિત મળી આવશે અથવા તો પછી એચઆઈવીથી સંક્રમિત હોવા છતાં સમલૈંગિક સંબંધ બનાવે છે. જયારે સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલા અને સમાન લિંગ સાથે લગ્ન કરનારાઓને આજીવન કેદની સજા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  કિશોરીને પટાવીને બિહાર લઈ આવી યુવતી, 4 વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી મિત્રતા, હવે…

 

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version