272
Join Our WhatsApp Community
ભારતના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને યુકે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે.
લંડન હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ ભારતીય બેંકો વિજય માલ્યાની સંપત્તિ પર સરળતાથી કબજો કરી શકશે.
જોકે માલ્યા પાસે લંડન હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે હજુ પણ એક તક છે.
માનવામાં આવી રહ્યું છે કે, માલ્યાના વકીલ જલ્દી આ નિર્ણયને પડકારવા માટે અરજી દાખલ કરશે.
ઉલ્લેખનીય છે કે માલ્યાની વિરૂદ્ધ ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં ભારતીય બેંકોના એક સંઘે બ્રિટિશ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજીમાં માલ્યાની કિંગફિશર એર લાઈન્સને આપવામાં આવેલી લોનની વસૂલી માટે માલ્યાને નાદાર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
You Might Be Interested In