બ્રિટિશ સરકારે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના સંકટને જોતા લોકડાઉનના પ્રતિબંધોને જુલાઈ 19 સુધી લંબાવી દીધા છે.
જોન્સને કહ્યું કે કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપને લીધે સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસોની સંખ્યામાં વધારો થવાની ચિંતા રહે છે.
વડા પ્રધાનની આ ઘોષણા સાથે હવે તા .19 જુલાઇએ ‘સ્વાતંત્ર્ય દિન’ની ઉજવણી કરવામાં આવશે. જે લોકડાઉનને સમાપ્ત કરવાની ખુશીમાં ઉજવાશે.
ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા સપ્ટેમ્બરમાં ભારતમાં મળ્યો હતો. અત્યાર સુધીમાં તે 53 થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
આ શ્રેણીના લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરીને વિરોધ દર્શાવશે ; જાણો વિગતે