Site icon

રશિયા-યુક્રેન શાંતિ મંત્રણા વચ્ચે રાજધાનીમાં તીવ્ર બોમ્બમારો, રશિયાએ નાટો દેશોને આપી આ કડક ચેતવણી; જાણો વિગતે 

- Wagner Group Rebellion:Russia Wagner Fighter Group received orders to kill the rebel leaders.

- Wagner Group Rebellion:Russia Wagner Fighter Group received orders to kill the rebel leaders.

News Continuous Bureau | Mumbai

યુક્રેન પર રશિયા વચ્ચેનું યુદ્ધ છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહ્યું છે અને આ યુદ્ધ કેટલો સમય ચાલશે તે કોઈ નથી જાણતું. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ ડીલને લઈને મહત્વની જાહેરાત કરી છે. પુતિને કહ્યું છે કે કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ હોવાનું જણાય છે. ખાસ કરીને, કિવ સરકાર યુક્રેનને તટસ્થ રાજ્ય તરીકે રાખવા ગંભીરતાથી વિચારી રહી છે. મોસ્કોના ટોચના વાટાઘાટકાર વ્લાદિમીર મેડેન્સકીએ કહ્યું હતુ કે, યુક્રેન ઑસ્ટ્રિયન અથવા સ્વીડિશ મોડલની ચર્ચા કરી રહ્યું છે, એટલે કે યુક્રેન એક તટસ્થ ડિમિલિટરાઇઝ્‌ડ રાજ્ય બની શકે છે, જેની પોતાની સૈન્ય અને નૌકાદળ હશે. સ્વાભાવિક રીતે જ રશિયાની આ માંગ પુરી થતી દેખાઈ રહી છે કે ઝેલેન્સકી હવે નાટોમાં ન જોડાવા માટે સંમત થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે તો બીજી તરફ રશિયન સેના યુક્રેનની રાજધાની કિવમાં બોમ્બમારો કરી રહી છે જેમાં નિર્દોષ સામાન્ય લોકો માર્યા ગયા છે. આજે રશિયન સેનાએ કિવ પર મિસાઇલો છોડી હતી. આ મિસાઇલો કિવમાં એક એપાર્ટમેન્ટ, સબવે સ્ટેશન અને અન્ય વિસ્તારો પર છોડવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો : દેશમાં અબજોપતીની યાદીમાં ગુજરાતીઓનો દબદબો, દેશના ટોચના 10 ધનાઢ્યો માંથી આ ગુજરાતીઓ પાસે છે આટલા અબજ ડોલર.. જાણો વિગતે

મિસાઇલો સિવાય કિવ પર વહેલી સવારે તોપખાનાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી રશિયા દાવો કરતું આવ્યું છે કે, તે માત્ર યુક્રેનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે, પરંતુ માનવતાવાદી કોરિડોર આપ્યા પછી, રશિયન સેના ચોવીસ કલાકના યુદ્ધમાં કિવ અને સમગ્ર યુક્રેનની દરેક ઇમારતને નિશાન બનાવી રહી છે. દરિયા કિનારે આવેલા ઓડેસા શહેરને યુક્રેનનું મોતી કહેવામાં આવે છે, પરંતુ રશિયન મિસાઇલોએ શહેરને બરબાદ કરી દીધું છે. રશિયન નૌકાદળ કાળા સમુદ્રમાંથી આ શહેર પર મિસાઈલ હુમલા કરી રહી છે અને ચોવીસ કલાકની અંદર શહેર પર પાંચસો મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો છે. બીજી તરફ રશિયાની ચેતવણીના પગલે નાટો મુશ્કેલી પણ વધી ગઈ છે.

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version