192
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે.
આ દિશામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલું પગલું ભર્યું છે.
તેમણે પૂર્વ યુક્રેનમાં બળવાખોરોના કબજા હેઠળના બે વિસ્તારો- ડોનેત્સક અને લુહાન્સ્ક ની આઝાદીને માન્યતા
આપી દીધી છે.
આ સાથે જ તેમની સ્વતંત્રતાની રક્ષા માટે પોતાની સેના મોકલવાનો આદેશ પણ આપી દીધો છે.
આ પહેલા રશિયાએ આ વિસ્તારોના અલગતાવાદી નેતાઓ સાથે કરાર કર્યા હતા. તેના તરત બાદ અમેરિકાએ રશિયા સામે પ્રતિબંધોની જાહેરાત કરી છે.
આ અંતર્ગત હવે કોઈપણ અમેરિકન નાગરિક રશિયા અને પૂર્વ યુક્રેનના આ વિસ્તારોમાં રોકાણ કરી શકશે નહીં.
You Might Be Interested In