ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે.
યુક્રેન પર રશિયાના આ નિર્ણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા યુક્રેનની સરકારે હવે સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે.
યુક્રેનએ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશો સિવાયના તમામ યુક્રેનિયન પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ લાદી છે.
યુક્રેનના ટોચના સુરક્ષા અધિકારીનું કહેવું છે કે કટોકટીની સ્થિતિ 30 દિવસ સુધી ચાલશે અને તેને વધુ 30 દિવસ સુધી લંબાવી શકાય છે.
આ દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ. હવે તમામ નાગરિકોના કોરોના ટેસ્ટ થશે. જાણો વિગતે