ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
રશિયાએ કીવમાં બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝથી હુમલો કર્યો છે.
રશિયાએ ભારતીય સમયાનુસાર વહેલી સવારથી યુક્રેનની રાજધાની કીવ અને અન્ય ટોચના શહેરોને ટાર્ગેટ કર્યા છે.
આ હુમલામાં યુક્રેનના અંદાજે 300 લોકોના મોત થયા હોવાનો દાવો યુક્રેનના ગૃહમંત્રીએ કર્યો છે.
યુક્રેન પર હુમલા બાદ રશિયાના ડિફેન્સ અધિકારીઓ અને રાષ્ટ્રપતિ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય માત્ર યુક્રેનના મિલેટ્રી ઈન્ફ્રાસ્ટ્રકચરને નેશોનાબૂદ કરવાનો જ છે.
યુક્રેન શાંતિથી શરણાગતિ સ્વીકારે અને તમામ મોરચે પીછેહઠ કરે તો આ કાર્યવાહી અટકશે