ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
રશિયન મિસાઈલ હુમલાથી યુક્રેનની રાજધાની કિવમાં ભારે વિનાશ થયો છે.
રશિયન હુમલા બાદ યુક્રેનના લોકોમાં રાજધાની કિવ છોડવા માટે નાસભાગ મચી ગઈ છે. જેના કારણે કિવના રસ્તાઓ ભારે જામ થઈ ગયા છે.
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે રશિયાના સૈનિકો બેલારૂસના રસ્તે યુક્રેનમાં ઘુસી, બે ગામડાઓ પર કબજો કરી લીધો છે.
આ વચ્ચે યુક્રેનની સેનાનો દાવો છે કે તેણે 5 રશિયન ફાઈટર જેટને તોડી પાડ્યા છે. આ સાથે એક હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું છે
