Site icon

યુક્રેન પર કેમિકલ હુમલાને લઈને રશિયાની મુશ્કેલી વધી, આ મોટા સંગઠને આપી જવાબી કાર્યવાહીની ચેતવણી; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન હાલ પોલેન્ડમાં છે, પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ પાંચ પરમાણુ દેશો યુદ્ધ ક્ષેત્રમાં ટકરાશે. જી હા..જેમાં પહેલું નામ રશિયાનું છે, જેણે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પરંતુ રશિયાની સાથે મહાસત્તા અમેરિકા-ફ્રાન્સ-બ્રિટન ચીન સામે ગમે ત્યારે યુદ્ધના મેદાનમાં પરમાણુ પ્રહાર કરી શકે છે. પછી તે મિસાઈલથી હોય કે સેંકડો ટન વજનના બોમ્બથી. આવી સ્થિતિમાં પરમાણુ યુદ્ધના વધતા ખતરાની વચ્ચે અમેરિકા અને રશિયાએ ડૂમ્સ-ડે એરક્રાફ્ટને લઈને તૈયારીઓ કરી છે. ડૂમ્સડે પ્લેન કે જેના પર વિશ્વના બે સૌથી શક્તિશાળી નેતાઓ રાષ્ટ્રપતિ જાે બાઈડન અને રાષ્ટ્રપતિ પુતિન સવારી કરે છે. 

Join Our WhatsApp Community

બંને દેશોનું ગુપ્ત વિમાન જેના પર પરમાણુ બોમ્બ હુમલો નિષ્ફળ જાય છે, જેને ફ્લાઇંગ પેન્ટાગોન અને ક્રેમલિન કહેવામાં આવે છે, તે અચાનક સક્રિય થઈ ગયું છે. યુક્રેન યુદ્ધ દરમિયાન પ્રથમ વખત, ‘ડૂમ્સડે અમેરિકન પ્લેન’ ઇંગ્લેન્ડના આકાશમાં ઉડતું જોવા મળ્યું છે. તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલા સાથે ઉડતી જોવા મળી હતી. રશિયાએ રાસાયણિક હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે, જેના વિશે સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને પુતિનને કડક ચેતવણી આપી છે.

આ સમાચાર પણ વાંચો : યુક્રેનનો મોટો દાવો, યુદ્ધ ક્ષેત્ર પર કબ્જામાં મોડું થતાં પુતિને પોતાના જ આ મંત્રીને ખખડાવ્યા, મંત્રીને આવ્યો હાર્ટ અટેક.. જાણો વિગતે 

જાે રશિયા યુક્રેન પર કેમિકલ એટેક કરે છે તો NATO પણ કાઉન્ટર કેમિકલ એટેક કરી શકે છે. આ મામલે યુક્રેન, અમેરિકા અને બ્રિટન એક થઈ ગયા છે. બ્રિટનના PM બોરિસ જાેન્સને તો ત્યાં સુધી કહ્યું છે કે જાે રશિયા યુક્રેન પર રાસાયણિક હુમલો કરશે તો તેણે વિનાશક પરિણામો ભોગવવા પડશે. મતલબ કે બ્રિટન અને અમેરિકાની પ્રતિક્રિયાઓ કહી રહી છે કે રાસાયણિક યુદ્ધ આરપાર થવાનું છે, પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે રાસાયણિક હથિયારો પર પ્રતિબંધ છે. ૧૯૭૭માં સ્વિટ્‌ઝર્લૅન્ડના જિનીવામાં એક સંમેલન યોજાયું હતું, જેમાં સામાન્ય નાગરિકો માટે જાેખમની સ્થિતિમાં સફેદ ફોસ્ફરસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાે કે તેનો ઉપયોગ યુદ્ધમાં થઈ શકે છે.

 

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Hamas: ગાઝા શાંતિ યોજના ની હમાસે ટ્રમ્પની ઘણી શરતો નથી માની! જાણો તકરાર-ઇકરાર ની સંપૂર્ણ કહાની
Hamas-Israel: ઇઝરાયલ-હમાસ ડીલ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ વિશે કહી આવી વાત, ફ્રાન્સ થી લઈને બ્રિટન સુધીના નેતાઓ એ પણ આપ્યો પ્રતિભાવ
Vladimir Putin: અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનનો મોટો આદેશ, પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version