Site icon

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને નાટો દેશો પર નારાજગી વ્યક્ત કર્યા બાદ યુક્રેને ભારત પાસેથી આયાત થતા ડીઝલની ખરીદી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

Ukraine Diesel યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય

Ukraine Diesel યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય

News Continuous Bureau | Mumbai
ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાથી યુક્રેને એક મોટો નિર્ણય લીધો છે. યુક્રેનની ઊર્જા સલાહકાર કંપની ‘એનકોર’ (Encore) એ સોમવારે જાહેરાત કરી કે, 1 ઓક્ટોબરથી ભારત પાસેથી આયાત થતા ડીઝલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે યુક્રેનને શંકા છે કે ભારતના ડીઝલમાં રશિયન ઘટકોનો ઉપયોગ થઈ રહ્યો છે.

રશિયા કનેક્શનની થશે તપાસ

‘રોઈટર્સ’ના રિપોર્ટ અનુસાર, ‘એનકોર’એ કહ્યું કે યુક્રેનને આ પગલું ભરવાની ફરજ પડી છે કારણ કે ભારત રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદે છે. કંપનીએ જણાવ્યું કે રશિયા ડ્રોન અને મિસાઈલ હુમલાઓ દ્વારા યુક્રેનની તેલ રિફાઈનરીઓને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનની સુરક્ષા એજન્સીઓએ ‘એનકોર’ને ભારતમાંથી આયાત થતા ડીઝલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેથી તેમાં રહેલા રશિયન ઘટકો વિશે માહિતી મેળવી શકાય.

Join Our WhatsApp Community

યુક્રેનને ભારત પાસેથી કેમ ડીઝલ ખરીદવું પડ્યું?

અન્ય એક કન્સલ્ટન્સી ‘એ-95’ (A-95) ના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉનાળામાં યુક્રેનની એક મોટી તેલ રિફાઈનરીમાં ખરાબી આવી હતી. આ કારણે વેપારીઓને ભારત પાસેથી ડીઝલ ખરીદવાની ફરજ પડી હતી. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ ભારત પાસેથી ડીઝલ ખરીદ્યું હતું, જે સોવિયેટના જૂના ધોરણોને પૂર્ણ કરતું હતું. ‘એનકોર’એ કહ્યું કે ઓગસ્ટ 2025માં યુક્રેને ભારત પાસેથી 119,000 ટન ડીઝલ ખરીદ્યું હતું, જે તેની કુલ ડીઝલ આયાતના 18 ટકા કરતાં પણ વધુ હતું.

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ

રશિયા-યુક્રેન યુદ્ધ અને ભારત પર ટ્રમ્પનો ટેરિફ

2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પહેલા, યુક્રેન બેલારુસ અને રશિયા પાસેથી ડીઝલ ખરીદતું હતું. ‘એ-95’ કન્સલ્ટન્સીએ જણાવ્યું કે આ વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં ડીઝલની આયાતમાં ગયા વર્ષની સરખામણીમાં 13%નો ઘટાડો થયો છે અને તે 2.74 મિલિયન મેટ્રિક ટન રહી છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે કારણ કે તે ગલ્ફ દેશોની સરખામણીમાં સસ્તું છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version