309
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
યુદ્ધગ્રસ્ત આફઘાનિસ્તાનમાં યૂક્રેનનું વિમાન હાઇજૈક થઇ ગયુ છે.
આ વિમાન યૂક્રેનના નાગરીકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને વતન પરત લઇને ફરવાનું હતું.
આ વાતની જાણકારી યૂક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેગવેની યેનિને આપી છે.
યુક્રેનના નાયબ વિદેશમંત્રી યેવગેની યેનિને દાવો કર્યો છે કે યુક્રેનનું આ વિમાન રવિવારે હાઈજેક કરાયું હતું, જેને કેટલાક અજાણ્યા લોકોએ પોતાના કબજામાં લીધુ હતું. ત્યારબાદ મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવાયું છે.
એટલું જ નહીં અમારા નાગરિકોની નિકાસીનો પ્લાન પણ સફળ થઈ શક્યો નહીં કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા નહતા.
જોકે તેમણે એ જાણકારી નથી આપી કે વિમાનને કોણે હાઈજેક કર્યું અને તેને પાછું લાવવા માટે યુક્રેનની સરકારે શું પગલાં ભર્યા છે.
You Might Be Interested In