Site icon

યુક્રેન સેનાના આ એન્જિનિયરની બહાદુરી, રશિયન ટેન્કોને રોકવા માટે જવાને પુલ સાથે પોતાને ઉડાવી દીધો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

શનિવાર,

રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે. એક મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. આ દરમિયાન યુદ્ધ સાથે જોડાયેલી કેટલીક ભાવનાત્મક ઘટનાઓ પણ સામે આવી રહી છે. ક્રિમીઆમાં રશિયન સૈન્યને રોકવા માટે યુક્રેનના એક સૈનિકે પુલ સાથે પોતાની જાતને ઉડાવી દીધી હતી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, યુક્રેનિયન સૈનિકની આ બહાદુરીના કારણે રશિયન સેનાના કાફલાને બીજા છેડે જવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. યુક્રેનિયન સૈનિક જેણે પુલ પર પોતાના જીવની કુરબાની આપી દીધી હતી તેની ઓળખ વિટાલી સ્કાકુન તરીકે થઈ છે. વિટાલી સ્કાકુન ને ક્રિમીયન સરહદ પર ખેરસન ક્ષેત્રમાં હેનિચેસ્ક પુલની રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો.

યુક્રેનની આર્મીએ પોતાના આ જવાનને હીરો ગણાવતા સોશિયલ મીડિયા પર તે અંગેની સ્ટોરી શેર કરી છે. યુક્રેનની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે તેના ફેસબુક પેજ પર જણાવ્યું કે રશિયન સેનાના કાફલાને રોકવાનો એકમાત્ર રસ્તો પુલને ઉડાવી દેવાનો હતો અને તેથી બટાલિયને આ નિર્ણય લીધો. આ પછી, પુલની આસપાસ વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો સમય એટલો ઓછો હતો કે વિસ્ફોટ કરનાર સૈનિકનું મૃત્યુ નિશ્ચિત હતું. બધું જાણીને, વિટાલીએ આ કર્યું અને દેશ માટે પોતાનો જીવ આપી દીધો.

યુક્રેનના રાષ્ટ્રપતિએ આ દેશની ઓફર ફગાવી, કહ્યું- હથિયાર જોઇએ છે, રાઇડ નહીં; જુઓ વિડીયો, જાણો વિગતે

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સૈનિક વિટાલી સ્કાકુનને સંદેશ મોકલ્યો હતો કે તે પુલને ઉડાવી દેવા જઈ રહ્યો છે. થોડી વાર પછી જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. તેના આ પ્રયાસે રશિયન સૈનિકોના કાફલાને ત્યાં રોકી દીધા. જો કે તેમના પ્રયાસો છતાં પણ રશિયન સૈનિકોએ આ વિસ્તારમાં કબજો કરી લીધો છે. સૈન્ય અધિકારીના જણાવ્યા મુજબ, વિટાલીને બહાદુરી માટે મરણોપરાંત સ્ટેટ મિલિટ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે.

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
Exit mobile version