મહામારીમાં ભાગ્યશાળી મહિલા.. 90 વર્ષની ઉંમરે ફાઇઝરની વેક્સિન લેનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બન્યાં.. જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

08 ડિસેમ્બર 2020

કોરોના મહામારી વચ્ચે બ્રિટને વેક્સિનેશનની શરૂઆત કરી દીધી છે. 90 વર્ષનાં વૃદ્ધા ફાઈઝર કોવિડ-19 વેક્સિન લેનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગયાં છે. માર્ગરેટ કીનાન નામની આ મહિલાને સેન્ટ્રલ ઈંગ્લેન્ડના કોન્વેન્ટ્રીની સ્થાનિક હોસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિન લીધા પછી તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં પ્રથમ વ્યક્તિ હોવાનું મને ગૌરવ છે.

મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બરના અંત સુધી બ્રિટનમાં 4 લાખ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. જેની માટે બ્રિટન ફાઇજર બાયોએનટેકથી વેક્સીનના 8 લાખ ડોજ ખરીદી રહી છે. કોરોનાની ફાઇજર વેક્સીન દરેક વ્યક્તિને બે ડોજ 21 દિવસના સમયગાળામાં આપવામાં આવશે.

 

મારગ્રેટ કીનન પહેલા જ્વેલરી દુકાનમાં કામ કરી ચુકી છે. અને એક અઠવાડિયા બાદ પોતાનો 91મોં જન્મ દિવસ ઉજવશે. આ વેક્સિન મારા જન્મદિવસ પહેલા શાનદાર ભેટ છે, જેની હું પ્રાર્થના કરી શકુ છું. હવે હું પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકુ છું અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણીમાં સામેલ થઇ શકિશ.”

 

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6 કરોડ 80 લાખ કેસ નોંધાયા છે અને 15 લાખ 51 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 કરોડ 70 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment