Site icon

બ્રિટનના PM લિઝ ટ્રસનું રાજીનામું- માત્ર 45 દિવસમાં છોડવી પડી ખુરશી- જાણો એવું તો શું થયું

News Continuous Bureau | Mumbai

ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રુસે  બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટ્રસએ વડાપ્રધાન કાર્યાલયમાં માત્ર 45 દિવસ ગાળ્યા બાદ આ રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસ યુકેના સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. તેમના આર્થિક સંકટના કારણે યુકેના બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા લોકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

Join Our WhatsApp Community

લિઝ ટ્રસને ટેક્સ કટ અંગેની તેની તમામ નીતિઓ પાછી ખેંચી લેવી પડી હતી. નવા નાણા પ્રધાન જેરેમી હંટે ટેક્સ કટ અંગેની તેમની તમામ નીતિઓ ઉલટાવી દીધી. વીજળી બિલ વધારવા પરનો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો. લિઝ ટ્રુસે એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું હતું કે કે હું જે વચનો માટે લડી, તે પૂરા કરી શકી નથી. મેં માહિતી આપી છે કે હવે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી રહી છું. અગાઉ, તેમણે આર્થિક નીતિઓ પર તેમની સરકારના યુ-ટર્ન માટે માફી પણ માંગી હતી. અને તેમની સરકારના પ્રથમ નાણામંત્રીનું રાજીનામું લઈ લીધું હતું. પક્ષ હવે નેતા નક્કી ન કરે ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે.

 આ સમાચાર પણ વાંચો: 

Bill Gates Jeffrey Epstein Connection: ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો? જેફ્રી એપસ્ટીન વિવાદમાં બિલ ગેટ્સે સ્વીકારી પોતાની ભૂલ; જાણો શું છે આખો મામલો
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
US F-22 Fighter Jets: ઈઝરાયેલમાં પીએમ મોદીના લેન્ડિંગ પહેલા અમેરિકાનું ‘એક્શન’: ઈરાન સરહદ પાસે F-22 ફાઈટર જેટ્સ તૈનાત; શું મહાયુદ્ધની શરૂઆત થશે?
CIA Message to Iranians Farsi: CIA એ ઈરાનના લોકો માટે જાહેર કર્યો ફારસી સંદેશ, ગુપ્ત માહિતી આપનારને મોટી ઓફર!
Exit mobile version