UN Court Myanmar Rohingya 9 વર્ષ બાદ રોહિંગ્યા પીડિતોને મળ્યો ન્યાય! UN ની સર્વોચ્ચ અદાલતે મ્યાનમારને નરસંહાર માટે દોષિત ઠેરવી વળતર ચૂકવવા આપ્યો ઐતિહાસિક આદેશ

UN Court Myanmar Rohingya આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) ના ૮૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશને નરસંહાર (Genocide) માટે જવાબદાર ઠેરવાયો, શરણાર્થીઓની સુરક્ષિત વાપસીનો નિર્દેશ

by kalpana Verat
UN Court Myanmar Rohingya  9 વર્ષ બાદ રોહિંગ્યા પીડિતોને મળ્યો ન્યાય! UN ની સર્વોચ્ચ અદાલતે મ્યાનમારને નરસંહાર માટે દોષિત ઠેરવી વળતર ચૂકવવા આપ્યો ઐતિહાસિક આદેશ

 

News Continuous Bureau | Mumbai

UN Court Myanmar Rohingya સંયુક્ત રાષ્ટ્ર (United Nations UN) ની સર્વોચ્ચ અદાલત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (International Court of Justice ICJ) એ વર્ષ ૨૦૧૭માં મ્યાનમાર (Myanmar) માં થયેલી હિંસા મામલે અત્યંત ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અંદાજે ૧૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોની હત્યાના ૯ વર્ષ બાદ અદાલતે મ્યાનમારને નરસંહાર (Genocide) માટે દોષિત ઠેરવ્યું છે અને પીડિતોને યોગ્ય વળતર (Compensation) ચૂકવવા તેમજ તેમની સુરક્ષિત અને સન્માનજનક ઘરવાપસી સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

UN Court Myanmar Rohingya – ૯-૬ ની બહુમતીથી ઐતિહાસિક ચુકાદો, ICJ ના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્ય દોષિત

નેધરલેન્ડના ધ હેગ (The Hague) સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતની ૧૫ ન્યાયાધીશોની બેન્ચે ૯-૬ ની બહુમતીથી આ ચુકાદો આપતા વર્ષ ૧૯૪૮ના નરસંહાર સંમેલન (1948 Genocide Convention) હેઠળ મ્યાનમારને જવાબદાર ગણાવ્યું હતું. અદાલતના ૮૦ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે કોઈ દેશને નરસંહારના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હોય. લગભગ ત્રણ કલાક સુધી વાંચવામાં આવેલા આ ચુકાદામાં સ્પષ્ટ કરાયું કે ઓગસ્ટ ૨૦૧૭માં મ્યાનમારની સેનાએ રાખાઇન પ્રાંત (Rakhine State) માં ‘ક્લિયરન્સ ઓપરેશન’ ના નામે આયોજનબદ્ધ રીતે રોહિંગ્યા સમુદાયનો નાશ કરવાના ઈરાદાથી આ કાર્યવાહી કરી હતી.

UN Court Myanmar Rohingya – પીડિતોને વળતર, ગુનેગારો સામે કાર્યવાહી અને શરણાર્થીઓની સુરક્ષિત વાપસીનો આદેશ

અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પુરાવાઓ મુજબ મ્યાનમારના સુરક્ષા દળોએ અંદાજે ૧૦,૦૦૦ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી, મહિલાઓ સામે વ્યાપક જાતીય હિંસા આચરી હતી અને રોહિંગ્યા ગામોને વ્યવસ્થિત રીતે નષ્ટ કર્યા હતા, જેના કારણે લાખો લોકોએ જીવ બચાવવા પડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) ના કોક્સ બજાર (Cox’s Bazar) સહિતના શરણાર્થી શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો. ICJ એ મ્યાનમારને આદેશ આપ્યો છે કે તે વિસ્થાપિત રોહિંગ્યાઓની સ્વૈચ્છિક, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ વાપસી માટે વ્યવસ્થા કરે, દોષિતો સામે તપાસ કરીને કડક સજા કરે અને પીડિતોને વળતર ચૂકવે, જેની રકમ આગામી સુનાવણીમાં નક્કી કરવામાં આવશે.

UN Court Myanmar Rohingya – ગામ્બિયાની અરજી પર વર્ષોની કાનૂની લડત બાદ રોહિંગ્યા સમુદાયને મળ્યો ન્યાય

વર્ષ ૨૦૧૯માં પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયા (The Gambia) દ્વારા મ્યાનમાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના પર લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અંતિમ ચુકાદો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (Antonio Guterres) અને માનવાધિકાર સંગઠનોએ આ ચુકાદાને આંતરરાષ્ટ્રીય ન્યાયની મોટી જીત ગણાવી છે, જ્યારે બ્રિટને મ્યાનમારના ડિફેન્સ એટેચીને હાંકી કાઢવાની અને યુએન સુરક્ષા પરિષદ (UN Security Council) ની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે. બાંગ્લાદેશમાં રહેતા અંદાજે ૧૨ લાખ રોહિંગ્યા શરણાર્થીઓએ આ નિર્ણયનું ભાવુક થઈને સ્વાગત કર્યું છે અને હવે તેના કડક અમલીકરણની આશા વ્યક્ત કરી છે.

👉 આ સમાચાર વાચો:
PM Modi to Industry on Salary Hike કોર્પોરેટ જગતને PM મોદીનો રોકડો સવાલ, સરકારે ₹12 લાખની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More