Site icon

UN General Assembly :આદતથી મુજબૂર.. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ..

UN General Assembly :ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ફટકાર લગાવી છે. વાસ્તવમાં, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સત્ર દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનની પાયાવિહોણી ટિપ્પણીઓ માટે ટીકા કરી હતી. તેમણે આ ટિપ્પણીઓને રાજકીય રીતે પ્રેરિત અને પાયાવિહોણી ગણાવી હતી.

UN General Assembly India slams Pakistan for 'baseless & deceitful narratives' on Kashmir at UNGA

UN General Assembly India slams Pakistan for 'baseless & deceitful narratives' on Kashmir at UNGA

 News Continuous Bureau | Mumbai

 UN General Assembly :પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર રાગ આલાપ્યો છે. જોકે આ વખતે પણ ભારતે જબડાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી. ભારતે કાશ્મીર પર પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનોને રાજકીય રીતે પ્રેરિત અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, તે પોતાના દેશમાં બાળકો સામે આચરવામાં આવતા ગંભીર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પાકિસ્તાનનો વધુ એક રીઢો પ્રયાસ છે.

Join Our WhatsApp Community

 UN General Assembly :પાકિસ્તાને શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ‘બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ’ વિષય પર ખુલ્લી ચર્ચા યોજાઈ હતી. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિએ જમ્મુ અને કાશ્મીરમાં બાળકોની સ્થિતિ પર પ્રકાશિત કથિત અહેવાલને ટાંકીને ભારત પર આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : NEET-NET Row 2024 : NEET પેપર લીક કેસમાં પહેલી ધરપકડ, ઉમેદવારોને સવાલો ગોખાવનાર આટલા આરોપીઓને દબોચ્યા..

 UN General Assembly :ભારતે આ જવાબ આપ્યો

ભારતે જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનની ટિપ્પણીઓને ‘પાયાવિહોણી’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવી ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ પ્રતિનિધિ આર. રવિન્દ્રએ કહ્યું, પાકિસ્તાનમાં બાળકોની હાલત ખરાબ છે. તેમના અધિકારો અને મૂળભૂત જરૂરિયાતોની અવગણના કરવામાં આવી રહી છે. આ સ્થિતિ પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. આવું કરવું પાકિસ્તાનની આદત છે. જે તેમના પોતાના દેશોમાં અવિરત ચાલુ રહે છે, જેમ કે કેન્દ્રશાસિત પ્રદેશો સુધીના બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પરના સેક્રેટરી-જનરલના આ વર્ષના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની વાત છે, તે ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે, પછી ભલે આ વિશેષ પ્રતિનિધિ અથવા તેમનો દેશ ગમે તે માને કે ઈચ્છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version