News Continuous Bureau | Mumbai
United Airlines Tyre: અમેરિકાના લોસ એન્જલસમાં સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એરક્રાફ્ટની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ સોમવારે ટેકઓફ કરતી વખતે બોઈંગ જેટ એરક્રાફ્ટનું પૈડું ઉતરી ગયું હતું, જેના કારણે લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે આ પ્લેનમાં 174 મુસાફરો હતા.
United Airlines Tyre: પ્લેનનું વ્હીલ નીકળી ગયું
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના લોસ એન્જલસમાં યુનાઈટેડ એરલાઈન્સના બોઈંગ જેટ એરક્રાફ્ટમાં બની હતી. પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે પ્લેનનું વ્હીલ નીકળી ગયું હતું. ઘટના સમયે બોઇંગ 757-200 એરક્રાફ્ટમાં 174 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર સવાર હતા. આવી આવી બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. એક વિડિયોમાં ટેકઓફ થયા બાદ એરક્રાફ્ટના અંડરકેરેજમાંથી ટાયર અલગ થઈને જમીન પર પડતું જોવા મળે છે.
WATCH: United Airlines Boeing 757-200 #UA35 loses wheel seconds after takeoff — againhttps://t.co/KDqz28zjGS via @nypost #aviation #travel #safety #emergency
Credit: CaliPlanes (https://t.co/nScLIoeYRD) pic.twitter.com/2a65jV4bGg
— Video Forensics (@Video_Forensics) July 9, 2024
United Airlines Tyre: મુસાફરો સુરક્ષિત
જોકે સદનસીબે આ સમગ્ર ઘટના બાદ પ્લેન ડેનવરમાં સુરક્ષિત લેન્ડ થયું હતું. કંપનીએ કહ્યું છે કે આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 7 જુલાઈના યુનાઈટેડ એરલાઈન્સનું આ વિમાન સાન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. ટેક ઓફ કરતી વખતે પ્લેનનું વ્હીલ અધવચ્ચે જ તૂટી ગયું
આ સમાચાર પણ વાંચો : Water waste : પાણીનો બગાડ કરનારાઓની હવે ખેર નહીં! ફટકારાશે 1000 રૂપિયાનો દંડ, જાણો ક્યાં લેવાયો નિર્ણય
United Airlines Tyre: કંપનીએ શું કહ્યું?
આ સમગ્ર ઘટના પર કંપનીનું નિવેદન પણ સામે આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે અમે ઘટના પાછળના કારણોની તપાસ કરી રહ્યા છીએ. લોસ એન્જલસમાં પ્લેનનું વ્હીલ મળી આવ્યું છે. ઘટના સમયે વિમાન એરપોર્ટના પાર્કિંગ એરિયામાં એક કારની ઉપર પડી ગયું હતું. પરંતુ આના કારણે કોઈને ઈજા થઈ નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)