Site icon News Continuous Bureau | Mumbai

F-16 Crash: એફ-૧૬ ફાઇટર જેટ’ ક્રેશ: અમેરિકાનું લડાકુ વિમાન ‘એફ-૧૬’ ‘ટ્રેનિંગ મિશન’ દરમિયાન તૂટી પડ્યું

અમેરિકી વાયુસેનાના એલિટ 'થંડરબર્ડ્સ' 'સ્ક્વોડ્રન'નું સૌથી ખતરનાક 'ફાઇટર જેટ' દક્ષિણ કેલિફોર્નિયાના રણમાં તૂટી પડ્યું; 'પાયલોટ'નો આબાદ બચાવ.

F-16 Crash એફ-૧૬ ફાઇટર જેટ' ક્રેશ અમેરિકાનું લડાકુ વિમાન 'એફ-૧૬'

F-16 Crash એફ-૧૬ ફાઇટર જેટ' ક્રેશ અમેરિકાનું લડાકુ વિમાન 'એફ-૧૬'

News Continuous Bureau | Mumbai

F-16 Crash અમેરિકાની વાયુસેનાના એલિટ ‘થંડરબર્ડ્સ’ ડેમોન્સ્ટ્રેશન ‘સ્ક્વોડ્રન’ના સૌથી ઘાતક લડાકુ વિમાનોમાંનું એક ‘એફ-૧૬’ દક્ષિણ કેલિફોર્નિયાના રણમાં તૂટી પડ્યું. આ દુર્ઘટના અંગે માહિતી આપતા સેનાએ જણાવ્યું કે, વિમાન નીચે આવે તે પહેલાં જ એરફોર્સનો ‘પાયલોટ’ સુરક્ષિત રીતે ‘ઇજેક્ટ’ થઈ ગયો.

Join Our WhatsApp Channel

 ‘પાયલોટ’ને સામાન્ય ઈજા, હોસ્પિટલમાં દાખલ

Text: આ દુર્ઘટનામાં ‘પાયલોટ’ને સામાન્ય ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકન એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘એફ-૧૬સી ફાઇટિંગ ફાલ્કન’ વિમાન ગુરુવારે સવારે લગભગ ૧૦.૪૫ વાગ્યે કેલિફોર્નિયાના નિયંત્રિત હવાઈ ક્ષેત્રમાં ‘ટ્રેનિંગ મિશન’ દરમિયાન તૂટી પડ્યું. ‘ફાયર ડિપાર્ટમેન્ટે’ જણાવ્યું કે લોસ એન્જલસથી લગભગ ૨૯૦ કિલોમીટર ઉત્તરે આવેલા ‘મોજાવે રણ’ના ‘ટ્રોના એરિયા’ પાસે વિમાનની આપાતકાલીન પરિસ્થિતિની માહિતી મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી

તપાસ શરૂ, નવા ‘જેટ’ તરફ અમેરિકી વાયુસેના

Text: કેલિફોર્નિયાના રણમાં થયેલા આ વિમાન અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલાં ૨૦૨૨ માં પણ ‘ટ્રોના એરિયામાં’ નૌકાદળનું એક ‘એફ/એ-૧૮ઈ સુપર હોર્નેટ’ વિમાન તૂટી પડ્યું હતું, જેમાં ‘પાયલોટ’નું મૃત્યુ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું છે કે અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. અમેરિકન એરફોર્સ હવે ‘એફ-૩૫’ લડાકુ વિમાનોનો નવો કાફલો વાપરી રહી છે, જેને ‘એફ-૧૬’નું ‘અદ્યતન સ્વરૂપ’ માનવામાં આવે છે. આ સાથે જ ‘એફ-૪૭’ ‘ફાઇટર જેટ’ તૈયાર કરવાનું કામ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન કરી રહ્યું છે.

Serbia Election બાલ્કન દેશોમાં લોકશાહીનો નવો સૂર્યોદય સંસદીય ચૂંટણીમાં ‘સ્ટુડન્ટ લિસ્ટ’ આગળ ઝૂકી સત્તા; એલેક્ઝાન્ડર વુસિકનું એકહથ્થુ શાસન સમાપ્ત
UK Daylight Saving Time Ends બ્રિટનમાં આવતીકાલે ઘડિયાળ ૧ કલાક પાછળ થશે રાત્રે ૨ વાગ્યે ફરી વાગશે ૧, જાણો રસપ્રદ કારણ!
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Exit mobile version